<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th September 2024

જામનગર - જીલ્લામાં જુગાર રમતા ૪ મહિલા સહિત ૨૪ ઝડપાયા

 

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૬: અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં હેડ કોન્‍સ. મયુદીનભાઈ અલીમીયા સૈયદ એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧પ-૯-ર૦ર૪ ખોડીયાર કોલોની, નીલકમલ મેઈન રોડ,ભગવતી જવેલર્સની બાજુમાં શેરી નં.પ માં આરોપીઓ આનંદભાઈ અમૃતલાલ વાસુ, સચીનભાઈ કિશોરભાઈ બારોડ, અલ્‍પાબેન ચેતનભાઈ કનૈયાલાલ વ્‍યાસ, તૃપ્‍તીબેન નિલેશભાઈ નંદલાલ વાસુ, નયનાબેન બાબુલાલ ચંદુભાઈ રાઠોડ, મનીષાબેન જયેશભાઈ કાંતીભાઈ ગોપીયાણી એ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્‍યાન રોકડા રૂ.૧૮૦૦ તથા બે મોબાઈલ ફોન ૧૦,૦૦૦/- તથા કુલ રૂ.ર૮,૧૦૦/- સાથે ઝડપાઈ ગયેલ છે.

મોટી ખાવડી ગામે જુગાર રમતા ચાર ઝડપાયા

જામનગર : મેઘપર (પડાણા) પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. પ્રદિપસિંહ દશરથસિંહ જેઠવા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧પ-૯-ર૦ર૪ના મોટી ખાવડી નાગાર્જુન પેટ્રોલ પંપ પાછળ આરોપી છગનભાઈ રામાભાઈ ઘાંઘર, ગૌરવભાઈ સુભાષભાઈ મહેરા, મેહુલનગર સામગર ગોસાઈ, ચેતનભાઈ જેન્‍તીભાઈ ગોસાઈ એ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્‍યાન રોકડા રૂ.૧૮૮૧૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

દારૂ સાથે ઝડપાયો

જામનગર : અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં હેડ કોન્‍સ. જયેશભાઈ દલસુખભાઈ વઢેલ એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧પ-૯-ર૦ર૪ના  દિગ્‍વીજય પ્‍લોટ નં.૪ર, રજા મેન્‍સન પાસે આરોપી યોગેશભાઈ રમણીકલાલ વિઠલાણી એ ગેરકાયદેસર પાસ પરમીટ વગર પોતાના કબ્‍જાના ભોગવટાના રહેણાક મકાનમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની પ્‍લાસ્‍ટીકની કંપની શીલબંધ બોટલ નંગ-૭, કિંમત રૂ.૩પ૦૦/- તથા કાચના ચપલા નંગ-૩૧, કિંમત રૂ.૩૧૦૦/- મળી કુલ મુદામાલ રૂ.૬૬૦૦/- સાથે ઝડપાઈ ગયેલ છે. તથા અશોક ઉર્ફે મીચી ખટાઉભાઈ મંગે ફરાર થઈ ગયેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દારૂ સાથે બે ઝડપાયા

જામનગર : અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં  કોન્‍સ. વિજયભાઈ બળદેવભાઈ કાનાણી એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧પ-૯-ર૦ર૪ના  કિશાન ચોક, નંદા બ્રર્ધસવાળીગલીમાં આરોપી રવિભાઈ અમરશીભાઈ ધૈયડા એ ગેરકાયદેસર પાસ પરમીટ વગર પોતાના કબ્‍જાના ભોગવટાના રહેણાક મકાનમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની પ્‍લાસ્‍ટીકની કંપની શીલબંધ બોટલ નંગ-ર૪, કિંમત રૂ.૧ર,૦૦૦/- ની રાખી નીકળતા ઝડપાઈ ગયેલ છે.

જામનગર : અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં  કોન્‍સ. રવિભાઈ ગોવિંદભાઈ શર્મા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧પ-૯-ર૦ર૪ના  કિશાન ચોક, માલદેભુવન શેરી નં.૩ માં આરોપી કરણભાઈ ગુલાબભાઈ ડાભી  એ ગેરકાયદેસર પાસ પરમીટ વગર પોતાના કબ્‍જાના ભોગવટાના રહેણાક મકાનમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની પ્‍લાસ્‍ટીકની કંપની શીલબંધ બોટલ નંગ-ર૪, કિંમત રૂ.૧ર,૦૦૦/- ની રાખી નીકળતા ઝડપાઈ ગયેલ છે.

બંધ બોલેરો ચાલુ કરતા નવ માસના બાળકનંું મોત

જામનગર : પંચ બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં રાકેશભાઈ કાલીયાભાઈ ભયડીયા, ઉ.વ.ર૩, રે. દરેડ ગામ, રેસીડેન્‍સી વિસ્‍તાર નરોતમભાઈ નકુમના પ્‍લોટમાં, તા.જિ.જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧પ-૯-ર૦ર૪ના આરોપી બોલેરો વાહન જેના રજી.નં.જી.જે.૧૦-ટી એકસ-૭૬૩૪ વાળા ચાલકે પોતાની બંધ બોલેરો વાહન ચલાવતા નીચે રમતા મરણજનાર ખુશાલ ઉ.વ.૯ માસ વાળાના માથાના ભાગે બોલેરો વાહનનું ટાયર ચડાવી દેતા માથાના ભાગે ગંભીર ઈજા કરી ૧૦૮ મારફતે સારવારમાં જી.જી. હોસ્‍પિટલ માં લાવતા ફરજ પરના ડોકટરે તપાસી મરણ ગયેલાનું જાહેર કરેલ છે.

વીજ શોર્ટ લાગતા વૃઘ્‍ધનું મોત

જામનગર : જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના જાયવા ગામે રહેતા નિલેશભાઈ તેજાભાઈ શીણોજીયા, ઉ.વ.૩૬ વાળા ધ્રોલ પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૧પ-૯-ર૦ર૪ના વેલજીભાઈ બેચરભાઈ કાશીયાણીની વાડી જાયવા ગામની સીમમાં વાડીમાં વીજપોલ પર પ્રોબ્‍લેમ હોય જેથી મરણજનાર તેજાભાઈ ઓધવજીભાઈ શીણોજીયા ,ઉ.વ.૬પ વાળા વીજ પોલ પર ચડતા વીજ શોર્ટ લાગતા મરણ ગયેલ છે.

વૃઘ્‍ધનનું ડુબી જતા મોત

જામનગર : જામજોધપુર તાલુકાના વાસજાળીયા ગામે રહેતા જેઠાભાઈ લાખાભાઈ મોરી, ઉ.વ.૪૧ વાળા એ જામજોધપુર પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૧૪-૯-ર૦ર૪ના મરણજનાર હમીરભાઈ ગોગનભાઈ મોરી, ઉ.વ.૬પ વાળા નદી માંથી ભેસો બહાર કાઢવા જતા અકસ્‍માતે પાણીમાં ડુબી જતા મરણ ગયેલ છે.

રહેણાક મકાનમાં હાથફેરો કરતો તસ્‍કર

અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં અનીલભાઈ ગુરમુખદાસ દામા, ઉ.વ.૪૪, રે. હિરજીમીસ્‍ત્ર્રી રોડ, એકતા એપાર્ટમેન્‍ટ સી ગ્રાઉન્‍ડ ફલોર નં.૧ વાળા એ ફરીયાદ નોંધાવી છે કે ,તા.૧૩-૯-ર૦ર૪ના ફરીયાદી અનીલભાઈ ના રહેણાક મકાનમાં રૂમના કબાટમાં રાખેલ રોકડા રૂ.ર,પ૦,૦૦૦/- ની કોઈ અજાણ્‍યા ચોર ઈસમે ચોરી કરી લઈ  જઈ ગુનો કરેલ છે.

મોટીબાણુગાર ગામે જુગાર રમતા ૧૪ ઝડપાયા

જામનગર : પંચ એ પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. નિર્મળસિંહ ભરતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧પ-૯-ર૦ર૪ મોટી બાણુગાર આરોપી નારણભાઈ જેરાજભાઈ કાસુન્‍દ્રએ પોતાના કબ્‍જા ભોગવટના મકાનમાં અન્‍યઆરોપીઓ મનસુખભાઈ અવચરભાઈ ગડારા, પ્રવિણભાઈ મનસુખભાઈ પાચોટીયા, વિજયભાઈ અમૃતભાઈ ભેસદડીયા, અમરશીભાઈ પોપટભાઈ હિન્‍સુ, રમેશભાઈ લક્ષ્મણભાઈ ઘેટીયા, કુવરજીભાઈ અમૃતલાલ ભેસદડીયા, અશોકભાઈ ગણેશભાઈ વાંસજાળીયા, નૈનેશભાઈ ભગવાનજીભાઈ ભેસદડીયા, ભુપતભાઈ હરીભાઈ ભેસદડીયા, હેમતભાઈ હરીભાઈ ગામી, યોગેશભાઈ મગનલાલ ઘમસાણીયા, બીપીનભાઈ રમેશભાઈ ભેસદડીયા, રાકેશભાઈ અવસરભાઈ કાનાણી પાસે નાલ ઉઘરાવી ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્‍યાન રોકડા રૂ.૭,૧પ,૦૦૦/-  તથા મોબાઈલ ફોન નંગ-૧પ, કિંમત રૂ. ૭૦,પ૦૦/- મળી કુલ મુદામાલ રૂ.૭,૮પ,પ૦૦/- સાથે ઝડપાઈ ગયેલ છે. તથા આરોપીઓ બીરેનકુમાર પ્રાગજીભાઈ મણવર, બીપીનભાઈ અમરશીભાઈ રાણીપા ફરાર થઈ ગયેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(1:28 PM IST)