<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th September 2024

મોટી મોલડીના ખાચર યુવાનનો રૂપિયાની લેતીદેતીના ઝીંઝુડાની

યુવતિ ધારા ગોસ્‍વામી સાથેના વ્‍યવહારમાં ભોગ લેવાયો !

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૧૭ : ચોટીલા તાલુકાના મોટી મોલડી ગામ પાસેના મંદિર નજીકના કુવામાંથી મળત હાલતમાં મળેલા યુવકની હત્‍યાનો ભેદ ઉકેલી પોલીસે હત્‍યામાં સામેલ ઝીંઝુડા ગામની ૧ યુવતી, બે સગીરવયના ભાઈ સહિત ત્રણેયની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

મોટી મોલડી ગામ નજીક ઠાંગનાથ મહાદેવનું છે.મંદિરની બાજુના કુવામાંથી યુવકનો મળતદેહ મળી આવતા હત્‍યા થયાનું ખુલતા પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી.  પુછપરછમાં મળતક ભુપતભાઇ જેઠુરભાઈ ખાચર બાજુના ઝીંઝુડા ગામની ધારા મહેશગીરી ગૌસ્‍વામી(ઉ.વ. આશરે ૨૦)ની નામની યુવતી સાથે રૂપિયાની લેતીદેતીનો વ્‍યવહાર કરતા હતા અને યુવતી બાઇક લઇને તેઓને લેવા પણ આવતી હતી. પોલીસે આ દિશામાં તપાસ શરૂ કરતા ધારા ગૌસ્‍વામી અને એના બે ભાઇએ હત્‍યા કર્યાનું ખુલતા જિલ્લા પોલીસની અલગ-અલગ ટીમ દ્વારા ત્રણેયની ધરપકડ કરી લીધી હતી.  પુછપરછમાં ધારા મળતક ભુપતભાઇને બાઇક લઇને ગુરુવારે મોડી સાંજે લેવા ગઇ હતી અને પુર્વ આયોજિત રીતે બંને ભાઇઓ મંદિર પાસે રાત્રિના સુમારે હથિયાર સાથે સુસજ્જ થઈને સંતાઈને રાહ જોઈ રહ્યા હતા. તેમજ યુવક બાઇકમાંથી ઉતરતાની સાથે જ બંને ભાઈઓ તુટી પડતા ગંભીર ઇજાઓ પહોંચાડી હત્‍યા કરી લોહીલુહાણ હાલતમાં મળતદેહને કુવામાં ફેંકી દીધો હતો. નાની મોલડી પોલીસે હત્‍યાનો ગુનો દાખલ કરી મહિલા અને બે સગીર વયના ભાઇઓ સહિત ત્રણેયની ધરપકડ કરી ચકચારી ઘટનાની વધુ તપાસ નાની મોલડી પોલીસે હાથ ધરી છે.

લાશ પર ઈજાના નીશાન હોવાથી તેઓની હત્‍યા કરાઈ હોવાનું પ્રથમ દૃષ્ટીએ લાગતુ હતુ. ત્‍યારે મળતકના ભાઈ ભરતભાઈ જેઠુરભાઈ ખાચરે ઝીંઝુડા ગામની ધારા મહેશગીરી ગૌસ્‍વામી સામે હત્‍યાની ફરિયાદ નોંધાવી હતી.

આ ફરિયાદ નોંધાતા જ નાની મોલડી પીઆઈ એન.એસ.પરમાર સહિતનાઓએ તપાસના ચક્રો ગતીમાન કરેલ. ધારા ગૌસ્‍વામી અને મળતક ભુપતભાઈ છેલ્લા દોઢેક વર્ષથી એક બીજાના સંપર્કમાં હતા.

 આ પૈસાની લેતી દેતી બાબતે જ ધારાએ બન્ને સગીર ભાઈઓ સાથે મળી હત્‍યાનો પ્‍લાન કર્યો હતો. અને બનાવના દિવસે પણ રાત્રે ધારા બાઈક લઈને ભુપતભાઈને મુકવા આવી હતી. અને બન્ને ઠાંગનાથ મહાદેવ મંદીર નજીક આવેલા કુવા પાસે બેઠા હતા. જેમાં ધારાના ૨ સગીર ભાઈઓ અગાઉથી હાજર હતા. અને બન્નેએ લોખંડના પાઈપના ઉપરા છાપરી ૫ થી ૬ ભુપતભાઈના માથે મારી તેઓનું ઘટનાસ્‍થળે મોત નીપજાવ્‍યુ હતુ. બાદમાં બનાવ આત્‍મહત્‍યાનો લાગે તે માટે લાશને કુવામાં ફેંકી દીધી હતી. પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી તેઓને કોર્ટમાં રજુ કરવા તજવીજ હાથ ધરી છે.

લીંબડી ડીવાયએસપી વિશાલ રબારીએ જણાવેલ કે યુવતી અને એના બે સગીર ભાઇઓએ મળતકની હત્‍યાનું કાવતરૂ અગાઉથી ઘડીને જ રાખ્‍યુ હતુ. જેથી બંને ભાઇઓ પહેલેથી જ સ્‍થળ પર હથિયાર લઇ તૈયાર હતા અને યુવતી મળતકને વિશ્વાસમાં લઇ ઘટનાસ્‍થળે પહોંચતા જ મળતક કાંઇ વિચારે એ પહેલા જ ભાઇઓ અને ત્‍યારબાદ યુવતી પણ તુટી પડતા હત્‍યા નિપજાવી હતી.(

(10:49 AM IST)