<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th September 2024

વાંકાનેરમાં ઇદે મિલાદની ઉજવણી થઇ

વાંકાનેરમાં ગઇકાલે જશ્‍ને ઇદે મિલાદુન્‍નબીની શાનદાર ઉજવણી સુન્ની મુસ્‍લિમ સમુદાય દ્વારા કરાઇ હતી. નીર્ધારીત રૂટ મુજબ ઇદનું ઝુલુસ નીકળ્‍યું હતું. જે ઝુલુસ લક્ષ્મીપરા, હુશેનીચોક થી શરૂ થઇ રસાલા રોડ જોરાવરપીરની દરગાહે સલાતો સલામ બાદ આ ઝુલુસ ગ્રીનચોકથી બજાર રોડ થઇ હઝરત શાહબાવાની દરગાહે ચાદર ચઢાવી સલાતો સલામ બાદ આ ઝુલુસમાં પીર સૈયદ શકીલ અહેમદ પીરઝાદા, પૂર્વ ધારાસભ્‍ય જાવેદ પીરઝાદા, મુસ્‍લિમ અગ્રણી મહેમદભાઇ રાઠોડની સાથે નબીસાહેબના રોઝા મુબારકની પ્રતિકૃતિ સાથેના ડીજે સહિત દાવતે ઇસ્‍લામી તથા મુસ્‍લિમ અગ્રણીઓ સામેલ રહીને જશ્ને ઇદે મિલાદુન્‍નબીના કાર્યક્રમને સફળ બનાવ્‍યો હતો

(11:19 AM IST)