News of Tuesday, 17th September 2024
આરંભડામાં પત્નિની હત્યા કરીને પતિનો આપઘાત
બન્ને વચ્ચે રાત્રીનાં માથાકુટ થતા માતા-પિતાના મોતથી ર સંતાનો નોધારા

(કોૈશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા.૧૭: ઓખા મંડળના આરંભડા વિસ્તારમાં રહેતા એક પરિવારમાં યુવાન દ્વારા પોતાની પત્નીની હત્યા કરીને પોતે પણ આપઘાત કરી લીધાના બનાવે ભારે ચર્ચા જગાવી છે. દંપતીના મળત્યુના કારણે તેઓના બે સંતાનો નોંધારા બની ગયા છે.
આ કરુણ બનાવની જાણવા મળતી વિગત મુજબ દ્વારકા તાલુકાના મીઠાપુર તાબેના આરંભડા- સુરજકરાડી વિસ્તારમાં રહેતા ભાવનાબેન વલૈયાભા માણેક નામના આશરે ૩૦ એક વર્ષના હિન્દુ વાઘેર મહિલાને તેના પતિ વલૈયાભા માણેક સાથે ગઈકાલે સોમવારે રાત્રિના સમયે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. આથી ઉશ્કેરાયેલા વલૈયાભાએ ગઈકાલે રાત્રિના સમયે પોતાના પત્ની ભાવનાબેનને છરી જેવા તીક્ષણ હથિયાર વડે આડેધડ ઘા ઝીંકીને હત્યા નીપજાવી હતી. આ પછી તેણે પણ સ્થળે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધાનું બિનઆધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ બંને મળતદેહ એક જ ઘરના એક જ રૂમમાંથી મળી આવ્યા હતા.
વધુમાં જાણવા મળતી વિગત મુજબ મળતક દંપતિને એક પુત્ર તથા એક નાની પુત્રી છે. આ બંને માતા પિતાના મળત્યુ બાદ નોંધારા બની ગયા છે. મળતક દંપતિ વચ્ચે ગળહ કલેશ હોવાની શકયતા વચ્ચે પોલીસ દ્વારા બંને મળતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી.
ત્યારે પતિ દ્વારા પત્નીની નિર્મમ હત્યાના આ ખૂની ખેલ વચ્ચે સમગ્ર બનાવનું સાચું કારણ જાણવા માટે ડીવાયએસપીના વડપણ હેઠળ સ્થાનિક પી.આઈ. તથા તેમની ટીમ દ્વારા જુદી જુદી બાબતે તપાસ હાથ ધરવામાં આવી છે.
(11:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
