News of Tuesday, 17th September 2024
કલ્યાણપુર નંદાણાના રમણલાલ મકવાણાનું રાજકોટમાં એન્જિયોગ્રાફી વખતે જ મૃત્યુ
એકાએક હૃદય બંધ પડી ગયું: પરિવારજનોમાં ગમગીની

રાજકોટ તા. ૧૭: દેવભુમિ દ્વારકા તાલુકાના કલ્યાણપુરના નંદાણા ગામે રહેતાં રમણલાલ પુંજાભાઇ મકવાણા (ઉ.વ.૬૧) રાજકોટ ખાનગી હોસ્પિટલમાં હાર્ટની સારવાર માટે દાખલ થયા હોઇ અહિ રિપોર્ટ કરાયા બાદ એન્જિયોગ્રાફી કરવામાં આવી રહી હતી તે વખતે જ હૃદય ધબકારા ચુકી જતાં મૃત્યુ થયું હતું.
પરિવારજનોના કહેવા મુજબ રમણલાલ છ ભાઇ અને ત્રણ બહેનમાં વચેટ હતાં. સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. પોતે ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં હતાં. રમણલાલને ચાર પાંચ દિવસ પહેલા છાતીમાં દુઃખાવો ઉપડતાં ખંભાળીયા સહિતના સ્થળે ડોક્ટરને બતાવી વધુ સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ ગઇકાલે એન્જિયોગ્રાફી કરવામાં આવી રહી હતી ત્યારે જ હૃદય ધબકારા ચુકી ગયું હતું. તબિબોએ પ્રયાસ કર્યો હતો. પરંતુ જીવ બચી શક્યો નહોતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. બનાવથી પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો.
(2:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
