તા. ૫ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧ શુક્રવાર
News of Tuesday, 17th September 2024
નરેન્દ્રભાઇના જન્મદિવસ નિમિતે દ્વારકાધીશને ધ્વજાજી આરોહણ

દ્વારકા, તા., ૧૭: ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ૭પ માં જન્મદિન નિમિત્તે ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિના મંત્રી કપીલભાઇના હસ્તે ધ્વજાજીનું પુજન કરાવી જગત મંદીરના શિખર ઉપર આરોહણ કરવામાં આવેલ. સાંસદશ્રી પરિમલભાઇ નથવાણીની ગેરહાજરીમાં તેમના વતી શ્રી કપીલભાઇના હસ્તે ધ્વજાજી આરોહણ કરાવાયેલ. જગતગુરૂ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીની દ્વારકા પીઠ ઉપરના પરિસરમાં આજે સવારે બાવન ગજ અને ૪૦ મીટરના કેસરી ધ્વજાજીનું પુજન કપીલભાઇ વાયડા દ્વારા કરાયું હતું.
જયારે યજમાન વૃતિ કરતા પંડાઓ દ્વારા વિષ્ણુ સહષા નામ સાથે પૂજનવિધિ કરાવાઇ હતી. આચાર્ય વત્સલભાઇ પુરોહીત, પુજારી ડાયાલાલ સહીતના જોડાયા હતા. ધ્વજાજીને અબીલ ગુલાલ, પુષ્પમાળા અને તુલસીદલ અર્પણ કર્યા હતા. બાદમાં દ્વારકાધીશ મંદીર પરીસરમાં મંદીરની ચારેય દિશામાં ભગવાન શ્રી દ્વારકાધીશજીની ચાર પરીક્રમા કરાવવામાં આવી હતી.
(3:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
