તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧ સોમવાર
News of Tuesday, 17th September 2024
કોડીનારના ગુન્હાહીત ગેંગના ૪ શખ્સો સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી
ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહના માર્ગદર્શનઃ એલસીબીના ઇન્ચાર્જ પી.આઇ. એ. બી. જાડેજાની આગેવાનીમાં કાર્યવાહી

(દિપક કકકડ દ્વારા) વેરાવળ તા. ૧૭ :.. ગીર સોમનાથ જીલ્લાના કોડીનારનાં મહેશ જેઠાભાઇ મકવાણા, હરેશ દામણીયા, રમેશ વિરાભાઇ ચુડાસમા, મુનાફ ઉર્ફે મુનો નજીરભાઇ નોહવી સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરાઇ છે. આ કામગીરી જુનાગઢ રેન્જ આઇજીપી નિલેશ જાજડીયા અને ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબીના ઇન્ચાર્જ પી. આઇ. એ. બી. જાડેજા, પી. એસ. આઇ. એ. સી. સિંધવ અને ટીમે કરી હતી. (પ-ર૬)
(4:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
