News of Tuesday, 17th September 2024
વહીવટી તંત્ર લોકોના ઘર સુધી જઇને લાભ આપવા કટીબધ્ધઃ નવનાથ ગવ્હાણે
રાજસમઢીયાળામાં વૃક્ષારોપણ, સેવા સેતુ અને સ્વચ્છતા અભિયાન

રાજકોટ તા. ૧૭: રાજકોટ તાલુકાના રાજ સમઢીયાળા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રવિણાબેન રંગાણીના હસ્તે આજરોજ જિલ્લા કક્ષાનો ‘‘એક પેડ માં કે નામ'' કાર્યક્રમ, સ્વચ્છતા હી સેવા તેમજ સેવા સેતુના ૧૦માં તબક્કાનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ તકે, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રવિણાબેન રંગાણીએ કહ્યું હતું કે, જન્મથી મળત્યુ દરમિયાન વળક્ષ આપણા જીવનનો અગત્યનો ભાગ છે. વળી, કોરોના કાળે તો આપણને ઓક્સિજનની મહત્તા સમજાવી, જે ઓક્સિજન આપણને વળક્ષો વિના મૂલ્યે આપે છે, આથી આ વળક્ષોનું જતન કરવું એ આપણી નૈતિક જવાદારી છે.ે
જિલ્લા વિકાસ અધિકારી શ્રી નવનાથ ગ્વહાણેએ કહ્યું હતું કે, આજે રાજ સમઢીયાળા ખાતે ત્રિવિધ કાર્યક્રમો યોજાયા છે. સેવા સેતુના ૧૦માં તબક્કામાં ૧૩ વિભાગોની ૫૫ સેવાઓ અહીં ૩૯ ગામના નાગરિકોને એક જ સ્થળેથી મળી રહેશે. વહીવટીતંત્ર લોકોના ઘર સુધી પહોંચીને નાગરિકોને તમામ લાભ મળે તે સુનિヘતિ કરી રહયું છે. ‘એક પેડ માં કે નામ' અંતર્ગત આ ગામમાં અંદાજે ૨૦૦ થી વધુ વૃક્ષો વાવવામાં આવશે. વૃક્ષો જમીનનું ધોવાણ અટકાવીને સમૃધ્ધિ વધારવામાં મદદરૂપ થાય છે. આ મિશન આપણા માટે જ નહી પણ સમગ્ર વિશ્વના હિત માટે જરૂરી છે. સેવા-સ્વચ્છતા અને સમાજ માટે જિલ્લા વહીવટીતંત્ર સતત કાર્યરત છે. સ્વચ્છતાએ માત્ર જરૂરીયાત જ નહી પણ ફરજીયાત છે. વ્યકિતગત સ્વચ્છતાથી શરૂ કરીને જનભાગીદારી થકી સામાજીક સ્વચ્છતા અને સામાજીક સ્વાસ્થયના લાભ માટે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવી રહયું છે.
મહાનુભાવોના હસ્તે વળક્ષારોપણ કરી ગામ ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સેવા સેતુ કાર્યક્રમ ખાતે રાજસમઢિયાળા, ગઢકા, ડેરોઈ, લાખાપર, લોધીડા, કસ્તૂરબાધામ, કાળીપાટ, મહીકા, પાડાસણ, અણીયાળા, વડાળી, હલેન્ડા, ઉમરાળી, ડુંગરપુર, હોડથળી, સુકીસાજડીયાળી, નવાગામ (સર), સર, રામપરા (ચિત્રા) ચિત્રાવાવ, ભુપગઢ, લીલીસાજડીયાળી, ઢાંઢણી, ઢાંઢીયા, હડમતીયા (ગો), ગોલીડા, ખારચીયા, મકનપર, ભંગડા, બાડપર, હરીપર, સરધાર, ભાયાસર, કાથરોટા, લોઠડાથી વધુ ગામોના લોકોને સેવા આપવામાં આવી હતી. ગ્રામજનોએ સ્વચ્છતા સેલ્ફી પોઈન્ટ ખાતે તસ્વીર ખેંચાવી હતી.
આ પ્રસંગે અધિક નિવાસી કલેક્ટર શ્રી ચેતન ગાંધી, ડી.આર.ડી.એના નિયામક શ્રી એ.કે.વસ્તાણી, પ્રાંત અધિકારી શ્રી મહેક જૈન, મામલતદાર શ્રી કે.એચ.મકવાણા, તાલુકા વિકાસ અધિકારીશ્રી વનરાજસિંહ ચૌહાણ, સરપંચ શ્રી હરદેવસિંહ જાડેજા તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
(4:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
