News of Thursday, 19th September 2024
ભુજના જાણીતા બિલ્ડર સામે વનવિભાગની લેન્ડ ગ્રેબિંગની ફરિયાદથી ખળભળાટ
વનવિભાગની ૭ એકર સરકારી જમીન ઉપર કેરીનો બગીચો ઊભો કરી દીધો, ફાર્મ હાઉસના ક્રેઝ થકી જમીનના ભાવ ઊંચા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૯ : સરકારી જમીન ઉપર દબાણના કચ્છમાં અનેક કિસ્સાઓમાં તંત્રની મીઠી નજર વચ્ચે ભુજના જાણીતા બિલ્ડર સામે વનતંત્ર દ્વારા લેન્ડ ગ્રેબિંગના કરાયેલા કેસે ખળભળાટ સર્જ્યો છે. જાણીતા બિલ્ડર અને જમીનના ધંધાર્થી જગદીશ આણંદજી ઠક્કર ઉપર ભુજની ભાગોળે ભારાપર ગામની સીમમાં વનતંત્રની ૭ એકર જમીન ઉપર દબાણ કરાયાના મુદ્દે આરએફઓ કે.બી. ભરવાડે લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ કલેક્ટર સમક્ષ ફરિયાદ કરી છે. આ મામલે ભુજ પ્રાંત અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે. અંદાજિત બે કરોડ ઉપરની બજાર કિંમત ધરાવતી આ જમીન ઉપર કેરીનો બગીચો ઉભો છે. દરમ્યાન બિલ્ડર જગદીશ આણંદજી ઠક્કરે વર્ષોથી આ જમીનનો પોતાની પાસે કબજો હોવાનું જણાવી પોતે માપણી કરાવી તંત્રને જવાબ આપશે એવો ખુલાસો કરતા જણાવ્યું છે કે, જો દબાણ સાબિત થશે તો જમીન પાછી આપી દઈશું.
(9:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
