News of Thursday, 19th September 2024
સ્પાઇસ જેટની સેવા ખાડે: મુસાફરો અઢી કલાક વિમાનમાં ગરમી વચ્ચે બેઠા બાદ કહ્યું ફ્લાઈટ કેન્સલ
બન્ને બાજુના મુસાફરો રખડ્યા, સતત કથળતી વિમાની સેવા:મુંબઈ અને કચ્છ વચ્ચેના મુસાફરોને વિમાનમાંથી ઉતારી દેવાયા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ : મુંબઈ અને કચ્છ વચ્ચે સ્પાઈસ જેટની વિમાની સેવા ઉપર મુસાફરોનો ભરોસો ઉઠી રહ્યો છે. ગઈકાલે મુંબઈથી કંડલા માટેની ફ્લાઇટના મુસાફરો સમયસર એરપોર્ટ પહોંચી બોર્ડિંગ પાસ લઇ વિમાનમાં બેસી ગયા. ફ્લાઇટ હમણાં જ ઉડશે એની રાહ જોઈ અંદર બંધ એસી વચ્ચે બફારામાં અઢી કલાક બેસી રહ્યા. પણ, ફ્લાઇટ ઉડવાના બદલે એકાએક કેન્સલ કરવાની જાહેરાત કરી મુસાફરોને વિમાનમાંથી ઉતારી દેવાયા.
એકાએક ફ્લાઇટ કેન્સલ કરાતા પ્રવાસીઓ રખડી પડ્યા. એજ પરિસ્થિતિ કંડલા એરપોર્ટ ઉપર થઈ અહીં બોર્ડિંગ પાસ લઇ મુસાફરો વિમાનની રાહ જોતા રહ્યા અને કલાકો વ્હેલ આવેલા મુસાફરોને એકાએક ફ્લાઇટ કેન્સલ કરી હોવાની જાહેરાત કરાઈ. એટલે કચ્છથી મુંબઈ જવા માંગતા મુસાફરો પણ રખડી પડ્યા.
જોકે, સ્પાઇસ જેટ દ્વારા અવારનવાર ફ્લાઇટ કેન્સલ કરવાના બનાવો થતાં હોઈ કચ્છમાં પ્રવાસીઓ હવે આ વિમાનીસેવા ઉપર ભરોસો કરતા ડરે છે.
(9:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
