News of Thursday, 19th September 2024
વાંકાનેરના જાલીડામાં સમસ્ત ગ્રામજનોએ મેળવી ભાજપની સદસ્યતા

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેરઃ નરેન્દ્રભાઈ મોદીના નેતળત્વ હેઠળની ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાન અંતર્ગત વાંકાનેર તાલુકાના જાલીડા ગામના તમામ નાગરિકોએ ભાજપની સદસ્યતા નોંધણી કરાવી સમસ્ત જાલીડા ગામ ભાજપની સદસ્યતા ધરાવતું સૌપ્રથમ ગામ બન્યું છે. વાંકાનેર તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન જીજ્ઞાસાબેન મેર, જગદીશભાઈ રબારી, ભૂપતભાઈ હાડગરડા, ગોવિંદભાઈ લોહ અને વળંદાવન યુવા ગ્રુપે ખાસ જહેમત ઉઠાવી હતી. આ તકે સમસ્ત ગામ લોકો દ્વારા શ્રીમતી જીજ્ઞાસાબેન મેરનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
(10:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
