News of Thursday, 19th September 2024
ધ્રોલ તાલુકાના મોટા ઈટાળા ગામે પશુ આરોગ્ય મેળો યોજાયો

જામનગરઃ ધ્રોલ તાલુકાના મોટા ઈટાળા ગામે સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત પશુ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વેટેરીનરી પોલિક્લિનિક, જામનગરના સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાં કુલ ૩૦ લાભાર્થીના પશુઓને મેડિસન સારવાર ૨૦૮, સર્જરી ૪, ગાયનેક ૭ અને કૃમિનાશક દવા વિતરણ ૧૨૭૫, આઈ ચેકિંગ ૦૩- આટલા પશુઓની સારવાર કરવામાં આવી હતી. આ ઉપરાંત સ્વછતા હી સેવા અભિયાન અંતર્ગત તાલુકા કક્ષાની પશુપાલનની સંસ્થાઓ ખાતે સ્વછતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. તેમજ પશુપાલકોને કિસાન ક્રેડિટ કાર્ડ/કે.સી.સી.ના ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું. હાજર સર્વે પશુપાલકોને પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટીની કામગીરી અંગે માહિતી આપવામાં આવી હતી. તેમ નાયબ પશુપાલન નિયામક ડો.તેજસ શુકલ, જિલ્લા પંચાયત, જામનગર દ્વારા જણાવાયું છે.
(10:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
