News of Thursday, 19th September 2024
કલ્યાણપુરના નંદાણા અને ઓખામાં વૃધ્ધના હૃદયરોગના હુમલાથી મૃત્યુ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૧૯ :.. કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે રહેતા રણમલભાઈ પુંજાભાઈ મકવાણા નામના ૬૧ વર્ષના વળદ્ધને હૃદયરોગની બીમારી હોય, જેના કારણે તેમનું મળત્યુ નીપજ્યું હોવાની જાણ મળતકના પુત્ર નિર્મલભાઈએ કલ્યાણપુર પોલીસને કરી છે.
મહારાષ્ટ્ર રાજ્યના પાલઘર જિલ્લાના તલાસરી તાલુકાના મૂળ રહીશ અને હાલ ઓખામાં રહીને માછીમારી પ્રવળત્તિ સાથે સંકળાયેલા જનુભાઈ લખુભાઈ ગોન્હારે નામના ૭૦ વર્ષના વળદ્ધને ઓખાના આર.કે. બંદર વિસ્તારમાં હાર્ટ એટેક આવી જતા તેમનું મળત્યુ નિપજ્યું હતું. તે અંગેની નોંધ માછીમાર રાજુભાઈ માલજીભાઈ મુંડા (ઉ.વ. ૩૧)એ ઓખા મરીન પોલીસમાં કરાવી છે.
નગડીયાના યુવાનનો આપઘાત
કલ્યાણપુર તાલુકાના નગડીયા ગામની સીમમાં રહેતા કેશુભાઈ અરભમભાઈ ગોરાણીયા નામના ૪૫ વર્ષના મેર યુવાને ગઈકાલે બુધવારે તેમની વાડીએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી ટીકડા ખાઈ લેતા તમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મળત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ અજયભાઈ કેશુભાઈ ગોરાણીયાએ કલ્યાણપુર પોલીસને કરી છે.
બેરાજાના આધેડનું અપમળત્યુ
ખંભાળિયા તાલુકાના બેરાજા (બારાડી) ગામે રહેતા મોહનદાસ ભગવાનદાસ મેસવાણીયા નામના ૫૦ વર્ષના આધેડ પોતાની વાડીએ ઇલેક્ટ્રીક મોટર ચાલુ કરવા જતાં તેમને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. જેના કારણે તેમનું મળત્યુ નિપજ્યું હતું. જે અંગેની જાણ આશિષભાઈ મેસવાણીયાએ અહીંની પોલીસને કરી છે.
(11:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
