News of Thursday, 19th September 2024
સપ્ટેમ્બર ઉતરતા સટાસટી બોલાવી ચોમાસુ વિદાય લેશેઃ આઠમાં નોરતે માવઠું! ખેલૈયાને ખલેલ પાડશેઃ હવામાન નિષ્ણાત કિશોર ભાડજા

(જયેશ ભટ્ટાસણા) ટંકારાઃ ર્નૈઋત્યનુ ચોમાસુ પુર્ણ થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જતા જતા એકાદ ઇનિંગ રમીને મેધરાજા સટાસટી બોલાવે એવી આગાહી જાણીતા હવામાન નિષ્ણાતે કરી છે. સૂર્ય નક્ષત્ર હસ્ત (હાથિયો) ૨૬-૯-૨૦૨૪ ને ગુરૂવારે રાત્રે ૧:૧૧ વાગ્યે બેસે છે જેનું વાહન મોર છે ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર ઉત્તરતા અને હાથિયો નક્ષત્ર બેસતા આગામી ૨૫ સપ્ટેમ્બરથી ૩૦ સપ્ટેમ્બર વચ્ચે ભારેથી અતિભારે વરસાદ થશે. પડે ત્યા પોટલા માફક હાથીઓ નક્ષત્ર ગાજીને ૨૦૨૪ નુ નૈઋત્ય ચોમાસુ વિદાય લેશે. જ્યા હાથિયો ગાજે ત્યા આવતું વરહ સારૂનો કોલ કહેવાય છે.
ચોમાસા પછી વરસે એ માવઠું એટલે કે નવરાત્રીના છેલ્લા દિવસોમાં છુટા છવાયા ઝાપટાંની સંભાવના છે. સૂર્ય નક્ષત્ર ચિત્રા તા.૧૦-૧૦-૨૦૨૪ ને ગુરૂવારે ૧૪:૦૨ વાગ્યે બેસે છે જેનું વાહન ભેંસ છે સૂર્ય નક્ષત્ર સ્વતી તારીખ ૨૩-૧૦-૨૦૨૪ બુધવારે ૦૦:૪૩ વાગ્યે બેસે છે જેનુ વાહન શિયાળ છે. બુધનો ઉદય તારીખ ૨૨-૧૦-૨૦૨૪ ના થાય છે તે જોતાં માવઠાની શકયતા પ્રબળ બને છે. આકાશ દર્શન વર્ષોથી ચાલતી આપણી પરંપરા છે તેના ઉપરથી અંદાજ અને અનુમાન કરી શકાય છે બાકી બધું કુદરતને આધીન છે. (કિશોર ભાડજા નેસડા (ખાનપર) તા-ટંકારા જીલ્લો-મોરબી મો.૯૫૮૬૫૯૦૬૦૧)
(11:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
