News of Thursday, 19th September 2024
૧૪ વર્ષની સગીરા ઉપરના દુષ્કર્મના કેસમાં પકડાયેલ આરોપીને ગોંડલની કોર્ટ દ્વારા ૨૦ વર્ષની સજા

રાજકોટ તા.૧૯: ૧૪ વર્ષની સગીરા ઉપર બાળાત્કાર કરનાર રાજેશ ઉર્ફે ભાણાભાઈ વણકરને ૨૦ વર્ષ કેદની સજા રાજકોટ જીલ્લાની ગોંડલની સેશન્સ અદાલતે ફરમાવી હતી.
આ કેસની ટુંકી હકીકત એવી છે કે, રાજકોટના ગોંડલ શહેરમાં રહેતા ફરીયાદીની ભોગ બનનાર દિકરીને આ કામનો આરોપી રાજેશ ઉર્ફે ભયલો ભાણાભાઈ વણકર મુળ- કુવા ગામ, ડુંગરફળીયુ તા.દેવગઢ બારીયા જે તે સમયે ગોંડલમાં રહેતો હતો અને મજુરી કામ કરતો હતો. સગીરાને રાજેશ ઉર્ફે ભયલો ભગાડી ગયેલ તેવી સગીરાના પિતાએ તા.૨૭/૧૨/૨૩ના રોજ ગોંડલ સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં રાજેશ ઉર્ફે ભયલો ભાણાભાઈ વણકર સામે ફરીયાદ આપેલ હતી.
ઉપરોક્ત ફરીયાદ દાખલ થયા બાદ આરોપી રાજેશ ઉર્ફે ભયલો ભાણાભાઈ વણકર મળી આવેલ તથા ભોગબનનાર પણ મળી આવેલ પોલીસે આરોપી રાજેશ ધરપકડ કરેલ સગીરાએ જણાવેલ કે આરોપી રાજેશ ઉર્ફે ભયલો તેને જામનગર વિસ્તારમાં તથા ખંભાળીયાના વિસ્તારમાં લઈ ગયેવ તેમજ અમદાવાદ લઈ ગયેલ અને સગીરા સાથે અવાર-નવાર બદ કામ કરેલ તેવુ સગીરાએ જુબાની આપેલ.
ત્યારબાદ રાજેશ ઉર્ફે ભયલો ભાણાભાઈ વણકર સામે પોકસો અદાલતમાં ચાર્જશીટ થયેલ અને સરકારી વકીલ ઘનશ્યામ કે. ડોબરીયા દ્રારા દસ્તાવેજી પુરાવા લિસ્ટ રજુ થયેલ અને કોર્ટમાં ભોગબનનાર સગીરાની જુબાની તથા દસ્તાવેજી પુરાવા તેમજ માતા પિતાની જુબાની તથા સરકારી વકીલશ્રી ઘનશ્યામ ડોબરીયાની દલીલો ધ્યાને રાખી ગોંડલના સેશન્સ જજશ્રી એમ.એ.ભટ્ટીએ ૨૦ વર્ષ કેદની સજા ફરમાવેલ છે.
આ કામમાં સરકાર તરફે સરકારી વકીલ શ્રી ઘનશ્યામ કે.ડોબરીયા રોકાયેલ હતા.
(11:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
