News of Thursday, 19th September 2024
૨૫ થી ૩૦ સુધી સૌરાષ્ટ્ર-ગુજરાતમાં વાવાઝોડા જેવા માહોલ સાથે વરસાદની વજુભાઇ બારૈયાની આગાહી

(ચંદ્રેશ હિરાણી દ્વારા) મોટી પાનેલી,તા. ૧૯: સૌરાષ્ટ્રમાં ફરીએકવાર વરસાદ નો રાઉન્ડ આવી રહ્યો છે. આવતી તારીખ ૨૫થી ૩૦ સુધી દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ નવસારી જિલ્લામાં ભારે ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે અને મધ્ય ગુજરાતમાં વડોદરા પીપળી ધોલેરા અમદાવાદ સહિત અન્ય વિસ્તારોમાં પણ વરસાદ પડી શકે છે.
ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા ડાંગ દાહોદ સહિત નાં વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે અને સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી જુનાગઢ બોટાદ રાજકોટ જામનગર પોરબંદર દેવભુમી દ્વારકા સહિતનાં વિસ્તારોમાં ગાજવીજ સાથે તોફાની પવન સાથે વરસાદ પડી શકે છે તેમજ અમુક સ્થળે વાવાઝોડા જેવો માહોલ સર્જાય શકે છે અને કચ્છમાં છુટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે તેમજ ખેલૈયાઓ માટે પણ માઠા સમાચાર છે નવરાત્રી દરમિયાન છુટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.
દક્ષિણ ગુજરાતમાં નવરાત્રી દરમિયાન ગાજવીજ સાથે તોફાની વરસાદ પડી શકે છે અને સૌરાષ્ટ્રમાં છુટાછવાયા ઝાપટા તો રાજકોટ અમરેલી જૂનાગઢમાં ભારે વરસાદ પડી શકે છે. તેમ સાવરકુંડલાના આગાહીકાર વજુભાઈ બારૈયાએ જણાવ્યું છે.
(11:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
