<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th September 2024

નવલા નોરતામાં રાસ ગરબા રમવા રાજબાઇ ગરબી મંડળની બાળાઓએ પ્રેકટીસ શરૂ કરી

આદ્યશકિતની આરાધના ઐતિહાસિક અને આધુનિક તાલે સમન્‍વય સાધ્‍યો છે

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા,તા. ૧૯: ટંકારા નવલા નોરતાને ગણતરીના દિવસોજ બાકી રહ્યા છે ત્‍યારે ટંકારા શહેર મધ્‍યે દરબારગઢ ખાતે રાજબાઈ ગરબીની બાળાઓ દ્વારા દરરોજ રાત્રે રિહર્સલ કરી અવનવા રાસ-ગરબા રજૂ કરવા તૈયારી શરૂ કરી છે.

માંના આરાધનાના દિવસો એટલે નવરાત્રિ જેમા ટંકારા રાજબાઈ ગરબી મંડળ દયાનંદ ચોક ખાતે આવેલા રાજબાઈ ના કોઠે ભાટીયા પરીવાર દ્વારા ગરબીની બાળાને નવા ગરબા રમવા માટે તૈયાર કરી રહ્યા છે જેમા ભુવા રાસ, મોહન રાસ, ત્રણ તાલી. લાડલી. રાસ ગરબાની પ્રેકટીસ શરૂ કરી દીધી છે બાળાઓને અવનવા રાસ-ગરબા શીખવવા માટે આશર રિધ્‍ધી આશર સિધ્‍ધી શ્રૈયા રાવલ સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે. ટંકારાની પૌરાણીક રાજબાઈ ગરબીને ૭૨ વર્ષ થશે હજુ પણ જુની પરંપરા જીવંત રાખવા આધુનિકતા સાથે ઐતિહાસિક નો સમન્‍વય સાધ્‍યો છે.

(11:48 AM IST)