News of Thursday, 19th September 2024
જામનગર શહેરમાં વીજ તંત્ર દ્વારા એક માસના વિરામ બાદ ગઇકાલે ફરીથી વીજ ચેકિંગ શરૂ
૫૩ વિજ જોડાણમાંથી રૂપિયા ૨૩.૯૫ લાખની વીજ ચોરી પકડી લેવાઇ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૧૯ : જામનગર શહેરમાં એક માસના વિરામ બાદ ગઈકાલે વીજ તંત્ર દ્વારા ફરીથી વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, અને ૩૪ વિજ ચેકીંગ ટુકડીઓને દોડતી કરાવાઈ હતી. શહેરમાં ચેકિંગ દરમિયાન ૫૩ વિજ જોડાણમાંથી ગેરરીતિ મળી આવી છે, અને તેઓને ૨૩.૯૫ લાખના વીજ ચોરીના પુરવણી બિલો અપાયા છે.
જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરીની ચેકિંગ ડ્રાઇવ દ્વારા ગઈકાલે સવારે જામનગર શહેરના ધરાર નગર, બેડેશ્વર, નીલકમલ સોસાયટી, હનુમાન ટેકરી, વામ્બે આવાસ, ગાંધીનગર અને વાલસુરા રોડ સહિતના વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું.
૩૪ જેટલી વિજ ચેકિંગ ટુકડીને વહેલી સવારથી દોડતી કરવામાં આવી હતી, જેના માટે ૧૦ નિવળત આર્મી મેન અને ૧૦ પોલીસના જવાનોને મદદમાં જોડવામાં આવ્યા હતા.
સમગ્ર દિવસ દરમિયાન કુલ ૩૪૧ વીજ જોડાણ ચેક કરવામાં આવ્યા હતા. જે પૈકી ૫૩ વિજ જોડાણમાંથી ગેરરીતી મળી આવી છે, અને તેઓને રૂપિયા ૨૩.૯૫ લાખના વિજચોરીના પુરવણી બિલો અપાયા છે. વીજ તંત્ર દ્વારા જામનગર શહેર ઉપરાંત ખંભાળિયા સીટી અને રૂરલ એરિયામાં પણ વિજચેકિંગ કરવામાં આવ્યું હતું.
(12:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
