News of Thursday, 19th September 2024
દ્વારકામાં ર૧મીથી ૩ દિવસ મીરા મહોત્સવઃ અનુપ જલોટાનો કાર્યક્રમ
ત્રિદિવસીય મહોત્સવમાં હેમંત ચૌહાણ, લલીતાબેન ઘોડાદ્રા સહિતના રમઝટ બોલાવશે

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા તા. ૧૯ :.. ભારત સરકારના સાંસ્કળતિક મંત્રાલયની સ્વાયત સંસ્થા સંગીત નાટક અકાદમી, દિલ્હી તથા જિલ્લા વહીવટી તંત્ર દેવભૂમિ દ્વારકા ના સંયુક્ત ઉપક્રમે દ્વારકા નાં સનસેટ પોઇન્ટ પાસે આવેલ ઓપનએર થિયેટર ખાતે તારીખ ૨૧, ૨૨, ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૪ દરમિયાન ત્રણ દિવસના મીરા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.
મહાન ભક્ત મીરાબાઈની ૫૨૫મી વર્ષગાંઠ નિમિત્તે વળંદાવન ખાતે આવો જ કાર્યક્રમ અગાઉ થયેલ ત્યારબાદ નો કાર્યક્રમ દ્વારકા ખાતે આયોજિત થવા જઈ રહ્યો છે.
આ કાર્યક્રમમાં ભક્ત મીરાંબાઈ ઉપર નળત્ય નાટિકા, મીરાબાઈ ના ભજનો, મીરાબાઈ ના જીવન પર નાટય જેવા વિવિધ કાર્યક્રમો યોજનાર છે, જેમાં રાષ્ટ્રીય કક્ષાના દિગ્ગજ કલાકારો જેવા કે શ્રી અનુપ જલોટા, લલીતાબેન ઘોડાદ્રા, શ્રીરામ ભારતીય કલા કેન્દ્ર- દિલ્હી, છત્તીસગઢના શ્રી મમતા આહર, મહારાષ્ટ્રના અજય પોહાનકર, તામિલનાડુના સિક્કિલ ગુરુચરણ, હેમંતભાઈ ચૌહાણ જેવા કલાકારો દ્વારા શ્રી મીરાબાઈ પર ની કળતિઓ રજૂ કરવામાં આવશે.
ગુજરાત રાજ્યના પ્રવાસન અને સાંસ્કળતિક વિભાગના કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરા ના અધ્યક્ષ સ્થાને તથા સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય પબુભા માણેકનાં મુખ્ય મહેમાન પદે આ કાર્યક્રમનું ઉદઘાટન તારીખ ૨૧ સપ્ટેમ્બર સાંજે ૭-૦૦ વાગે સનસેટ પોઇન્ટ પાસે આવેલા ઓપનએર થિયેટર ખાતે થનાર છે.
આ ત્રિ દિવસીય સમારોહનું સંકલન અને કોરિયોગ્રાફી લતીપુરના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કલાકાર અને તાજેતરમાં જ જેમને લોકનળત્યનો સર્વોચ્ચ રાષ્ટ્રીય એવોર્ડ રાષ્ટ્રપતિના હસ્તે એનાયત થયેલ છે તેવા મહેન્દ્ર આણદાણી તથા ગૌરવ એવોર્ડ વિજેતા કોરિયોગ્રાફર શ્રી મયંક દવે, ગાંધીનગર કરનાર છે.
સંગીત નાટક અકાદમી,દિલ્હી દ્વારા કલારસિકો ને આવા સુંદર કાર્યક્રમનો લાભ લેવા જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે
(11:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
