<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th September 2024

ટ્રાફીક સમસ્‍યા દુર કરવા આખો દી' ભારે વાહનોની પ્રવેશબંધી અને પાર્કીંગ ઝોન ઉભા કરવા કેશોદના નગરજનોની માંગણી

કેશોદ પોલીસ દ્વારા ત્રણ વાત તમારી-ત્રણ વાત અમારી અંતર્ગત સંવાદ કાર્યક્રમ યોજાયોઃ એસ.પી.ની હાજરી

કેશોદ, તા., ૧૯:  ગુજરાત રાજ્‍યના યસ્‍શવી મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્ર પટેલ અને ગળહમંત્રી હર્ષ સંઘવી દ્વારા એકાદ વર્ષ પહેલાં ગુજરાત પોલીસના પોલીસ કોમ્‍યુનિટી પોર્ટલ ‘ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી' નું લોન્‍ચિંગ કરવામાં આવ્‍યું છે ત્‍યારથી પોલીસ અધિકારીઓ સીધો લોકો સાથે સંવાદ યોજી કાયદો અને વ્‍યવસ્‍થાની જાળવણી માટે અનુરૂપ સુચનાઓ આપવામાં આવે છે. પોલીસ વડા હર્ષદ મહેતાની ઉપસ્‍થિતિમાં કેશોદ ખાતે ત્રણ વાત તમારી, ત્રણ વાત અમારી અંતર્ગત સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જુનાગઢ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાનું પુષ્‍પગુચ્‍છ આપી સ્‍વાગત ડીવાયએસપી બી સી ઠકકર  પોલીસ ઈન્‍સપેકટર પી. એ. જાદવ દ્વારા  કરવામાં આવેલ.

જુનાગઢ જીલ્લા પોલીસ તંત્રની સાથે કેશોદ પોલીસ વિભાગ શ્રેષ્ઠ કામગીરી કરી રહ્યું છે. ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ અને અન્‍ય વિભાગો સાથે પોલીસ દળના સંકલન કરી લોકોની સુખાકારી માટે કેશોદ પોલીસ દ્વારા લોકોને જાગળત કરવામાં આવી રહ્યાં છે. કેશોદ શહેર અને આસપાસના વિસ્‍તારમાં કેશોદ પોલીસ વિભાગનું મહત્‍વનું યોગદાન રહ્યું છે પરિણામ સ્‍વરૂપે કેશોદ આસપાસના વિસ્‍તારમાં ઔદ્યોગિક એકમો અને વ્‍યવસાયિક ક્ષેત્રે પ્રગતિ થઈ રહી છે. જુનાગઢ જીલ્લા પોલીસની આગવી પહેલરૂપ પોલીસ કોમ્‍યુનિટી પોર્ટલ ‘ત્રણ વાત તમારી, ત્રણ વાત અમારી' અંતર્ગત નાગરિકોના પ્રશ્નોનું સીધુ નિરાકરણ આવે અને પોલીસની સમાજ પાસે અપેક્ષાઓ, માહિતીની જાણકારી તેમજ અન્‍ય પોલીસ કાર્યવાહીમાં મદદરૂપ થઈ શકાય એનો યોજાયેલા લોક સંવાદ કાર્યક્રમમાં પોલીસ વિભાગના અધિકારીઓ અને નગર શ્રેષ્ઠીઓ ઉપસ્‍થિત રહ્યાં હતાં 

કેશોદ પોલીસ વિભાગના પ્રશ્નોમાં નગર શ્રેષ્ઠીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ જેમાં મુખ્‍યત્‍વે બાઈક  ચોરીનાં ગુનાઓ માટે ક્રાઈમ બ્રાન્‍ચની ટીમ દ્વારા આરોપીઓને ઝડપી લેવા ખાત્રી આપી હતી, કેશોદ વિસ્‍તારમાં સગીરાને લલચાવી ફોસલાવીને દુષ્‍કર્મ આચરવામાં હોટેલ ગેસ્‍ટ હાઉસ અને ઘરઘરાઉ ચાલતી પ્રવળત્તિઓ અટકાવવા કડક સુચના આપવામાં આવી હતી અને સગીર વયના વિધાર્થીઓ દ્વારા મોટરસાયકલનો ઉપયોગ શૈક્ષણિક સંકુલ સુધી આવવા જવામાં કરવામાં આવે છે એ દિશામાં વાલીઓ વિધાર્થીઓને જાગળત કરવા અને અંતે ધોરણસરની કાર્યવાહી કરવા સુચના આપી હતી તદ્દઉપરાંત વ્‍યવસાયિક પ્રતિષ્ઠાન ધરાવતાં વેપારીઓ પાસેથી  જે છેતરપિંડીની પધ્‍ધતિથી કામ કરતાં લોકોને ઓળખી ધોરણસરની કાર્યવાહી કરવા સુચના આપી હતી.

 કેશોદના ચારચોક વિસ્‍તારમાં ચાલતાં અંડરબ્રીજના કામને કારણે જાહેર કરવામાં આવેલ ડાયવર્ઝન પર સર્જાતી ટ્રાફિક સમસ્‍યા દૂર કરવા સુચના આપી હતી, કેશોદ શહેરમાં મહત્‍વનાં પ્રશ્નોમાં સવારે નવ વાગ્‍યાથી રાત્રીના નવ વાગ્‍યા સુધી ભારે વાહનોની પ્રવેશબંધી ફરમાવવાની સાથે  ર્પાકિંગ માટે નોનહોકીગ અને હોકીંગ ઝોન જાહેર કરવાની સાથે મુખ્‍ય માર્ગો પર એકી તારીખે જમણી બાજુએ અને બેકી તારીખે ડાબી બાજુ ર્પાકિંગ માટે પીળા કલરના પટ્ટા લગાવી અમલવારી કરવામાં આવે તો અડધોઅડધ સમસ્‍યાઓ ઉકેલી શકાય તેમ છે. જુનાગઢ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા દ્વારા કાયદો અને વ્‍યવસ્‍થાની જાળવણી માટે નગર શ્રેષ્ઠીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ સુચનો ધ્‍યાને લઈ કોઈ જાતની શેહશરમ રાખ્‍યાં વગર ધોરણસરની કાર્યવાહી કરવા ડીવાયએસપી બી. સી. ઠકકરના માર્ગદર્શન હેઠળ કેશોદ પોલીસ સ્‍ટેશનના પોલીસ ઈન્‍સપેકટર પી. એ. જાદવને સુચના આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. ભુપેન્‍દ્રભાઈ જોષીએ કર્યું હતું

(2:08 PM IST)