<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th September 2024

જેતપુર નવાગઢ રેલ્‍વે પુલ નજીક ટ્રેન હડફેટે અજાણ્‍યા બાળકનું મોત

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ૧૯: જેતપુરના નવાગઢ રેલ્‍વે પુલ નજીક ટ્રેનની હડફેટે અજાણ્‍યા માસુમ બાળકનું મોત થયું હતું

શહેરના નવાગઢ રેલ્‍વે પુલ પાસે કોઇ અજાણ્‍યા માસુમ બાળકનો મૃતદેહ પડયો હોવાની જાણ રેલ્‍વેતંત્રને થતા ત્‍યાથી પસાર થતી ટ્રેન દ્વારા મૃતદેહને નવાગઢ રેલ્‍વે સ્‍ટેશન ખાતે પહોચાડવામાં આવેલ બાળક અંદાજીત ૮ વર્ષની ઉમરનો હતો તેમને કાળાકલરનો શર્ટ પહેરેલ છે. ટ્રેઇનની હેડફેટ આવી જતા તેની ખોપરી ડાટી જતા મોત નીપજેલ આ બાળકના વાલી વારસની કોઇને જાણ હોય તો ઉધોગનગર પોલીસને જાણ કરવા જણાવવામાં આવેલ છે.

(2:16 PM IST)