<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th September 2024

રાણાવાવમાં નરેન્‍દ્રભાઇ મોદીના જન્‍મદિને રસ્‍તા ઉપર નડતરરૂપ બાવળ હટાવીને સફાઇ

પોરબંદર, તા.૧૯: રાણાવાવમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના જન્‍મ દિવસે નગરપાલિકા દ્વારા સ્‍મશાન ભૂમિ અને બે કિલોમીટરના રસ્‍તા ઉપર સ્‍વચ્‍છતા યોજી બિનજરૂરી બાવળની ડાળીનો માર્ગ ઉપરથી નિકાલ કરાયો હતો.

રાણાવાવમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના જન્‍મ દિવસે સફાઈ અભિયાનનો કાર્યક્રમ યોજાયો હતો. સ્‍વચ્‍છતા ત્‍યાં પ્રભુતાના સૂત્રને સાર્થક કરવા પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના જન્‍મદિવસ નિમિત્તે સફાઈ કાર્યનું આયોજન કરાયું હતું. રાણાવાવ સ્‍મશાન ભૂમિ ખાતે સ્‍વચ્‍છતાનો કાર્યક્રમ યોજવામાં આવ્‍યો હતો, ત્‍યારે બાદ સ્‍મશાનના રસ્‍તા રાણાવાવ ગામથી બાયપાસ સુધીનો રસ્‍તો બન્ને સાઈડ બાવળ સહિત બિન ઉપયોગી ઝાડ નડતર રૂપ જણાતા તેમનો નિકાલ કરાયો હતો. સ્‍વામી વિવેકાનંદ ગુજરાત રાજ્‍ય યુવા બોર્ડના નગર સંયોજક રામદેભાઈ ઓડેદરા, વનરાજભાઈ ઓડેદરા, કિરીટભાઈ ભાઈ બાપોદરા, નાથાભાઇ ગાધેર, પ્રેમજીભાઈ બલેજા સહિત આ સ્‍વચ્‍છતા અભિયાનમાં જોડાયા હતા

(2:24 PM IST)