<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th September 2024

ભાવનગરમાં રૂ. 200 કરોડના ખર્ચે નવી બનેલી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલનું ઉદ્ધઘાટન કયારે ?

મહારાજા તખતસિંહજી સર ટી. હોસ્પિટલના કેમ્પસમાં રૂ. 200 કરોડના ખર્ચે નવી બનેલી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ બંધ હાલતમાં ; બે વર્ષથી બિલ્ડીંગ સંપૂર્ણ રીતે તૈયાર થયેલ હોસ્પિટલ માત્રને માત્ર ઉદ્ધાટનની રાહમાં : નેતાઓને નવરાશ નથી ?

ભાવનગર શહેરના મધ્યમાં સ્થિત મહારાજા તખતસિંહજી સર ટી. હોસ્પિટલના કેમ્પસમાં રૂ. 200 કરોડના ખર્ચે નવી બનેલી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ બંધ હાલતમાં પડી છે. જેના કારણે દર્દીઓ સારવાર લેવા માટે અમદાવાદ જવા માટે મજબૂર બન્યા છે. હોસ્પિટલ તૈયાર થયાને બે વર્ષથી વધુનો સમય વીતી ચૂક્યો છે અને કેટલાક રાજકીય નેતાઓ આ હોસ્પિટલની મુલાકાત લઈ ચૂક્યા છે, પરંતુ ઉદ્ધાટન હજુ સુધી કરાયું નથી. 

કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાએ ભાવનગરની સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. નિમુબેને પણ અગાઉના નેતાઓની જેમ હોસ્પિટલ વહેલી તકે શરૂ કરાશે તેવો જ સરકાર જવાબ આપ્યો હતો.

  ભાજપ સાંસદ નિમુબેન બાંભણીયાએ લોકાર્પણની રાહે રહેલી ભાવનગરની સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ સાથે થોડા જ સમયમાં આ હોસ્પિટલ શરૂ થશે તેવી ખાત્રી પણ તેમણે આપી છે. નિમુબેન બાંભણીયાની સાથે આરોગ્ય કમિશ્નર હર્ષદ પટેલ, પૂર્વ ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, હોસ્પિટલની અધિકારીઓ, ધારાસભ્ય, મેયર સહિતના નેતા અને અધિકારીઓ હાજર રહ્યા હતા. મહત્વનું કહી શકાય કે છેલ્લા બે વર્ષથી બિલ્ડીંગ સંપૂર્ણ રીતે તૈયાર થઈને માત્રને માત્ર ઉદ્ધાટનની રાહ જોઈ રહ્યું છે તેવામાં કેન્દ્રીય મંત્રીએ ઝડપથી હોસ્પિટલ શરૂ થવાનું ફરી એકવાર આશ્વાસન આપ્યું છે

(8:17 PM IST)