<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th September 2024

૧૮ નવેમ્‍બર સુધી જિલ્લામાં નવલખી બંદર તથા કોસ્‍ટલ વિસ્‍તારના ૮ ટાપુઓ પર પ્રવેશબંધી

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા.૨૦: મોરબી જિલ્લાના નવલખી બંદર વિસ્‍તાર તથા કોસ્‍ટલ વિસ્‍તારમાં નાના-મોટા કુલ આઠ ટાપુઓ આવેલ છે, જે ટાપુઓ ઉપર માનવ વસાહત અસ્‍તિત્‍વમાં ન હોય, આ ટાપુઓમાં કોઇપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવળતિ કે ઘુષણખોરી ન થાય તેમજ સુરક્ષાને લગતા કોઇ પ્રશ્‍નો ઉપસ્‍થિત ન થાય તે હેતુથી દરીયાઇ ટાપુઓને પ્રતિબંધિત વિસ્‍તાર જાહેર કરવામાં આવ્‍યા છે.

મોરબી જિલ્લા મેજીસ્‍ટ્રેટ કે. બી. ઝવેરી દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ- ૧૯૭૩ ની કલમ-૧૪૪ હેઠળ મોરબી જિલ્લાના નવલખી બંદર વિસ્‍તાર તથા કોસ્‍ટલ વિસ્‍તારમાં માળીયા મીંયાણા પોલીસ સ્‍ટેશન હેઠળ આવેલ મામલીયા ટાપુ (૩.૦ નોટીકલ માઇલ્‍સ), મુર્ગા ટાપુ (૧.૩ નોટીકલ માઇલ્‍સ), અનનેમ ટાપુ-૧ (૬.૧ નોટીકલ માઇલ્‍સ), અનનેમ ટાપુ-૨ (૫.૮ નોટીકલ માઇલ્‍સ), અનનેમ ટાપુ-૩ (૬.૧ નોટીકલ માઇલ્‍સ), અનનેમ ટાપુ-૪ (૫.૩ નોટીકલ માઇલ્‍સ), અનનેમ ટાપુ-૫ (૪.૮ નોટીકલ માઇલ્‍સ) અને  અનનેમ ટાપુ-૬ (૫.૧ નોટીકલ માઇલ્‍સ) સહિત કુલ ૮ ટાપુઓ ઉપર કોઇપણ પ્રકારની ગેરકાયદેસરની પ્રવળત્તિ કરવી નહી કે ઘુષણખોરી કરવી નહી, સુરક્ષાને લગતા કોઇ પ્રશ્‍ન ઉપસ્‍થિત થાય તેવું કોઇ કળત્‍ય કરવું નહી. આ ટાપુઓ ઉપર કોઇ વ્‍યકિતએ પ્રવેશવું નહી તથા બોટને લાંઘવાની પ્રવળતિ નહીં કરવા જાહેરનામુ બહાર પાડવામાં આવ્‍યું છે. આ જાહેરનામુ તા.૧૮-૧૧-૨૦૨૪ સુધી અમલમાં રહેશે.

(10:14 AM IST)