<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th September 2024

મસ્ક્યુલર ડિસ્ટ્રોફીના દર્દીઓ માટે કચ્છમાં રવિવારે ફ્રી મેગા કેમ્પ

બાળકોને નાનપણથી જ લક્ષણ હોય તો તે વિશે જિનેટિક કાઉન્સિલર દ્વારા સમજ અપાશે, ન્યુરોલોજી તબીબોની સેવા

વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૦ : મસ્ક્યુલર ડિસ્ટ્રોફી થી પીડાતા કચ્છના બાળકો માટે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ નું આયોજન રવિવારે સવારે ૧૦ વાગ્યે ભુજ ના લાયન્સ હોલ, હોસ્પિટલ રોડ ખાતે કરાયું છે. સામાજિક અગ્રણી મનસુખભાઈ શાહના જણાવ્યાનુસાર નિત્યકલ્યાણી ટ્રસ્ટ તેમજ પીડિયાટ્રિક ડેવલોપમેન્ટ સેન્ટર દ્વારા દિશા ફાઉન્ડેશન ના સહયોગ થી તારીખ ૨૨/૯/૨૦૨૪ રવિવારે આ નિઃશુલ્ક કેમ્પ યોજવામાં આવેલ છે.

જેમાં જેનેટિક કાઉન્સિલર દ્વારા ફ્રી મા આ રોગ સમાજ તથા પરિવાર મા વધતો કેવી રીતે અટકાવવો તેની માહિતી વિગતવાર આપવામાં આવશે. 

જે તે પરિવાર મા આવા રોગ થી પીડિત દર્દી ના પરિવાર ને ન્યુરોલોજિકલ સારવાર માટે ન્યુરોલોજી ડૉક્ટર ફ્રી મા સેવા આપસે. 

પીડિત પરિવાર મા ક્યા ક્યા પરિવાર ના સભ્યો આ રોગ સંબંધિત હોય શકે એ પણ વિગતવાર  માહિતી આ કેમ્પ માં આપવામાં આવશે.

તદઉપરાંત જેનેટિક કાઉન્સિલર ના માર્ગદર્શન હેઠળ કયા સભ્યો ના બ્લડ ટેસ્ટ કરવા જોઈએ તે સુવિધા પણ રાહત દરે ઉભી કરવમાં આવી છે. વધુ મા વધુ પીડિત પરિવાર આ કેમ્પ નો લાભ લે.

મસ્ક્યુલર ડિસ્ટ્રોફી થી પીડાતા બાળકોના લક્ષણો જોઈએ તો તેમના ખંભા પાછળ ની બાજુ જતા રહે છે, કમર વળી જાય છે, પેટ આગળ ની તરફ નમેલું રહે છે, સ્નાયુ નબળા પડી જાય છે, ધીમે ધીમે સાથળ નો ભાગ પાતળો થવા લાગે છે, ધીમે ધીમે ગોઠણ લોક થવા લાગે છે, ચાલતા ચાલતા વારંવાર પડી જવાય છે, ધીમે ધીમે ચાલ બદલાય છે અને એડી ઉંચી આવે છે. આવા તમામ પીડાત માટે ઉપરોક્ત સંસ્થાઓ ના હોદેદારો જહેમત ઉઠાવી રહ્યા છે તો શક્ય બને એટલા જલ્દી પોતાનું રજીસ્ટ્રેશન કરી બને એટલા વધારે પીડીતો આ કેમ્પ નો લાભ ઉઠાવે તેના માટે સામાજિક અગ્રણી મનસુખભાઈ શાહ દ્વારા આ સાથે આપેલ નંબર પર રજીસ્ટ્રેશન કરાવવા જણાવાયું છે. સંપર્ક માટેના મોબાઈલ નંબર ૯૪૯૯૭૬૯૩૯૬/ ૯૯૭૮૨૪૮૧૮૫.

(10:16 AM IST)