તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Friday, 20th September 2024
ભૂપેન્દ્રભાઇ અમરેલી-સાવરકુંડલામાં: ઢગલાબંધ વિકાસકાર્યોની ભેટ
અમરેલીમાં બસપોર્ટનું લોકાર્પણઃ સ્પોર્ટસ કોમ્પલેક્સ અને રાજમહેલ નવીનીકરણનું ખાતમુહૂર્તઃ સાવરકુંડલામાં ૯૫ કરોડનાં વિવિધ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત : ભરતભાઇ સુતરીયા, કૌશિકભાઇ વેકરીયા, મહેશભાઇ કસવાલા, હિરાભાઇ સોલંકી, જે.વી.કાકડીયા, જનકભાઇ તળાવીયા સહિતના ઉપસ્થિત

(અરવિંદ નિર્મળ-દિપક પાંધી દ્વારા) અમરેલી-સાવરકુંડલા,તા. ૨૦: રાજ્યના મળદુ, મક્કમ અને સરળ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમરેલી જિલ્લાની મુલાકાતે છે. અમરેલી જિલ્લાને વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ મળી છે.
અમરેલી એસ.ટી.બસ સ્ટેશન ખાતે નવીન અદ્યતન સુવિધાસભર બસપોર્ટનું લોકાર્પણ, સ્પોર્ટસ કોમ્પલેક્સ અને રાજમેહલ નવીનીકરણના ખાતમુર્હૂતનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો છે. જિલ્લામાં રાજ્યના વિવિધ વિભાગના રુ. ૨૯૨ કરોડના ૭૭ વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનાં લોકાર્પણ-ખાતમુર્હૂત થયા છે.
સાંસદ ભરતભાઈ સુતરિયા, વિધાનસભા નાયબ મુખ્ય દંડક અને અમરેલી-કુંકાવાવ-વડિયા વિસ્તારના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા, ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, હિરાભાઈ સોલંકી, જે.વી.કાકડીયા અને જનકભાઈ તળાવિયા, પદાધિકારીશ્રીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
અમરેલી શહેર ખાતે રુ. ૪૨.૪૮ કરોડના ખર્ચે તૈયાર થયેલ સુવિધાસભર નવીન બસપોર્ટનું લોકાર્પણ થયું છે. જિલ્લામાં રમતગમતને વધુમાં વધુ પ્રોત્સાહન મળે સાથે વિવિધ સ્પોર્ટસ માટેની ઉત્તમ સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે લાલાવદર મુકામે રુ. ૧૩.૬૪ કરોડના ખર્ચે ભવિષ્યમાં નવનિર્મિત થનાર સ્પોર્ટસ કોમ્પલેક્સનું ખાતમુર્હૂત થશે. અમરેલી શહેરના ઐતિહાસિક ગાયકવાડી સ્થાપત્યનો નમૂનો અને શહેરની શાન ગણાતા એવા રાજમહેલનું રુ. ૨૪.૯૮ કરોડના ખર્ચે નવીનીકરણ થશે, આ કામગીરીનું ખાતમુહૂર્ત-પ્રારંભ મુખ્યમંત્રીશ્રીના હસ્તે થયું છે.
શહેરી વિકાસ વિભાગના રુ. ૯૦.૨૮ કરોડના ખર્ચે ૧૨ કામો, માર્ગ અને મકાન વિભાગના રુ.૪૫.૮૧ કરોડના વિવિધ ૧૩ કામો, રૂ.૨૯.૮૫ કરોડના ખર્ચે ગળહ વિભાગના ૫ કામો, રુ. ૨૭.૨૧ કરોડના ખર્ચે ઊર્જા વિભાગના ૩ કામો, રાજ્યના વિવિધ વિભાગનો રુ.૬૦.૮૬ કરોડના ૪૧ કામો સહિત રુ. ૨૯૨ કરોડના વિવિધ વિકાસલક્ષી ૭૭ પ્રકલ્પોનું રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદહસ્તે લોકાર્પણ અને ખાતમુર્હૂત થયુ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સાવરકુંડલા બાયપાસ રસ્તા પર પ્રસ્તાવિત રેલ્વે ઓવરબ્રિજનું ખાતમુર્હૂત અને લીલીયા ગ્રામ પંચાયત કચેરીના જેટીંગ મશીન તથા સાવરકુંડલા તાલુકાના ત્રણ ૬૬ કે.વી. સબ સ્ટેશનનું લોકાર્પણ થયું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ રાજુલા સ્થિત તિરંગા ચોક ખાતે ફ્લેગ હોસ્ટિંગ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ધારી ખાતે નવનિર્મિત ડી.વાય.એસ.પી કચેરી, પોલીસ સ્ટેશન ધારી અને ખાંભા પોલીસ ક્વાર્ટરનું લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમરેલી જિલ્લાની આગવી ઓળખ એવાં આંબરડી સફારી પાર્કની અને અમરેલીના મોડેલ વિલેજ તરીકે ખ્યાતિ ધરાવતાં દેવરાજીયા ગામની પણ મુલાકાત લીધી હતી.
ધારાસભ્ય મહેશભાઈ કસવાલા અથાગ પ્રયત્નો થકી સાવરકુંડલા-લીલીયા વિધાનસભા વિસ્તારના વિકાસ કામો માટે માતબર રકમની ગ્રાન્ટો લાવ્યા જે વિધાનસભાની જનતા ભલીભાતી જાણી રહી છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે સાવરકુંડલા ખાતે વિકાસના કામોના ખાતમુહર્તો અને લોકાર્પણ કરવામાં આવ્યા હતા અને સાવરકુંડલા - લીલીયાની જનતાને પ્રગતિના પંથ પર લઇ જવા કટિબઘ્ધ બન્યા હતા.
જેમાં સાવરકુંડલા ના મહુવા રોડ ઉપર આવેલ ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝ ખાતે રાજયના શહેરી વિકાસ વિભાગ દ્વારા ૫૪ કરોડના ખર્ચે સાવરકુંડલા- ગીરધરવાવ વચ્ચે રેલ્વે ઓવર બ્રીજનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતુ ત્યારબાદ ઉર્જા વિભાગ દ્વારા વિજળી ડિસ્ટ્રીબયુશનને વધારે મજબુત બનાવવા અને ખેડૂતોને પુરતા વોલ્ટેજ સાથે વિજપુરવઠો મળી રહે તે માટે સાવરકુંડલાના આદસંગ, ભોંકરવા અને ગોરડકા ખાતે ૩૦ કરોડના ખર્ચે નવા બનાવાયેલા ત્રણ ૬૬ કે.વી સબ સ્ટેશનનું ઈ-લોકાર્પણ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ દ્વારા કરવામાં આવ્યું હતુ અને સાવરકુંડલાના પોલીસ જવાનો માટે ૧૦.૨૯ કરોડના ખર્ચે બનાવવામા આવેલા અદ્યતન ૫૬ આવાસો નું લોકાર્પણ તથા લીલીયા ગ્રામ પંચાયતને રૂા.૪૩ લાખના ખર્ચે સ્વચ્છતા માટે જેટીંગ મશીનનું પણ ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું તેમ ‘અટલધારા' કાર્યાલયના ઇન્ચાર્જ જે.પી.હિરપરાની અખબારી યાદીમાં જણાવેલ હતુ.
(11:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
