<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th September 2024

પોરબંદરમાં કિંજલ જેઠવાનો આપઘાત

૧૪મીએ અકળ કારણોસર એસિડ પી લીધું હતું: રાજકોટમાં મોત

રાજકોટ તા. ૨૦: પોરબંદરમાં છ દિવસ પહેલા એસિડ પી લેનાર પરિણીતાએ રાજકોટમાં સારવાર દરમિયાન દમ તોડી દેતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો છે.જાણવા મળ્‍યા મુજબ પોરબંદરમાં નગીનદાસ મોદી ભવન પાસે હરિજનવાસમાં રહેતી કિંજલબેન ધવલભાઇ જેઠવા (ઉ.વ.૨૫)એ ગત ૧૪મીએ સાંજે સાડાચારેક વાગ્‍યે ઘરે એસિડ પી લેતાં પોરબંદર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી. અહિ આજે વહેલી સવારે મૃત્‍યુ થતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા, તોૈફિકભાઇ જુણાચ સહિતે પોરબંદર કિર્તીમંદિર પોલીસને જાણ કરી હતી.આપઘાત કરનાર કિંજલબેનના લગ્ન ચાર વર્ષ પહેલા થયા હતાં. પતિ ધવલભાઇ છુટક મજૂરી કરે છે. તેણી બેભાન હાલતમાં જ મૃત્‍યુ થયું હોઇ પરિવારજનો કારણ જાણી શક્‍યા નથી. પોલીસે વધુ તપાસ યથાવત રાખી છે.

(11:04 AM IST)