તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Friday, 20th September 2024
ચોટીલાના નાની મોલડી નજીક રાત્રે ‘હિટ એન્ડ રન'ની ઘટનાઃ મયુરભાઇ નામના વૃધ્ધનું મોત
રાજકોટમાં મૃત્યુઃ ઓળખ મેળવવા ચોટીલા પોલીસની તપાસ

રાજકોટ તા. ૨૦: ચોટીલાના નાની મોલડીના બસ સ્ટેશન પાસે રાત્રીના હિટ એન્ડ રનના બનાવમાં એક વૃધ્ધનું મોત થયું છે. અજાણ્યા વૃધ્ધ કોઇ વાહનની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં ૧૦૮ પહોચી હતી. વૃધ્ધને ચોટીલા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ સવારે દમ તોડી દેતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, કેતનભાઇ, તોૈફિકભાઇએ ચોટીલા જાણ કરી હતી. વૃધ્ધ ઘાયલ મળ્યા ત્યારે સ્હેજ ભાનમાં હોઇ પોતાનું ટુંકુ નામ મયુરભાઇ બોલ્યા હતાં. બાદમાં બેભાન થઇ ગયા હતાં. તસ્વીરમાં દેખાતા મૃતકના વાલીવારસ હોય તો ચોટીલા પોલીસનો સંપર્ક કરવા જણાવાયું છે.
(11:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
