<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th September 2024

છ દિવસ પહેલા ઝેર પી લેનારી ગોંડલની કુસુમબેન પંડયાનું મોત

માસુમ દિકરી મા વિહોણીઃ કારણ જાણવા પોલીસ તપાસ

રાજકોટ તા. ૨૦: ગોંડલમાં નાની બજાર પાસે રહેતી કુસુમબેન નિરવભાઇ પંડયા (ઉ.વ.૨૮) ગત ૧૪મીએ ઝેરી દવા પી જતાં સારવાર માટે ગોંડલ અને ત્‍યાંથી  રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી. અહિ તેનું સારવાર દરમિયાન મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ, કેતનભાઇ, તોૈફિકભાઇ સહિતે ગોંડલ પોલીસને જાણ કરી હતી. આપઘાત કરનાર મનિષાબેનના લગ્ન સાડાચાર વર્ષ પહેલા થયા હતાં. સંતાનમાં એક પુત્રી છે. પતિ નિરવભાઇ કપડા-કાપડની દૂકાન ધરાવે છે. ગૃહકલેશને કારણે પગલુ ભર્યુ કે સાસરિયાના ત્રાસથી? તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. 

(11:05 AM IST)