<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th September 2024

જવાહરભાઇના પત્ર અંગે પ્રદેશ મોવડી મંડળે મારી પાસે રિપોર્ટ માંગ્‍યો નથીઃ કિરીટ પટેલ

જુનાગઢ ભાજપ કાર્યાલય અને ક્રિષ્‍ના આર્કેડમાં ક્ષતિ બહાર આવશે તો દંડ ભરવા તૈયારઃ જુનાગઢ જીલ્લા ભાજપ પ્રમુખનું નિવેદન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ર૦ :.. જુનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય અને ક્રિષ્‍ના માર્કેડમાં મનપાની તપાસમાં ક્ષતિ બહાર આવશે તો ઇમ્‍પેકટ કાયદા હેઠળ દંડ ભરી કાયદેસર કરાવશું તેમ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઇ પટેલે પત્રકાર પરિષદમાં સ્‍પષ્‍ટતા કરી હતી. તેમણે જવાહરભાઇના પત્ર અંગે કંઇ કહેવાનો સ્‍પષ્‍ટ ઇન્‍કાર કર્યો હતો.

જુનાગઢના જુના બાયપાસ ઉપર જિલ્લા ભાજપ કાર્યાલયના બાંધકામમાં શરત ભંગ અંગે વર્ષ ર૦૧૭ માં જવાહરભાઇ ચાવડાએ જિલ્લા કલેકટરને આવેદન પાઠવી, આ કાર્યાલય રહેણાંક હેતુના પ્‍લોટમાં ખડકાયાનો આક્ષેપ કર્યો હતો. તે અંગે જિલ્લા કલેકટરએ શરત ભંગ મુદ્‌્‌ે દંડ વસુલી હેતુફેર કરાયા હોવાની સ્‍પષ્‍ટતા કરી હતી.

ઉપરાંત કિરીટભાઇ પટેલના માલિકીના ઝાંઝરડા ચોકડી નજીક ક્રિષ્‍ના આર્કેડમાં વોંકળામાં દબાણ અંગે તેમણે જણાવ્‍યું કે, જુનાગઢ મનપાએ વિકાસ પરવાનગી આપી છે. અને બાંધકામ પૂર્ણ થતા બી. યુ. સર્ટિ. પણ આપવામાં આવેલ છે. મહાપાલિકા તપાસ કરી ક્ષતિ જણાવશે તો ઇમ્‍પેકટ કાયદા હેઠળ દંડ ભરી રેગ્‍યુલર કરાવી શકાશે.

એક વ્‍યકિત એક હોદા અંગે તેમણે જણાવ્‍યું કે, ભાજપમાં એક વ્‍યકિત બે ટર્મ પ્રમુખ રહી શકે છે. પ્રદેશ ભાજપ દ્વારા રિપીટનો નિર્ણય કર્યો છે. અત્‍યારે સદસ્‍ય અભિયાન ચાલી રહયું છે અને દોઢ લાખથી વધુ સભ્‍યો ઉમેરાયા છે.

જિલ્લા સહકારી બેંક તથા માર્કેટીંગ યાર્ડમાં ભરતીમાં ભ્રષ્‍ટ્રાચારના આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્‍યા હતાં. નિયમ મુજબ જ ભરતી કરાયાનું તેમણે જણાવ્‍યું હતું.

તાલાળા માર્કેટીંગ યાર્ડના ચેરમેન મુદ્‌્‌ે જણાવ્‍યું કે ત્‍યારે હું જિલ્લા યુવા ભાજપનો બે વર્ષ પ્રમુખ હતો. ત્‍યારે ગીર સોમનાથ - જુનાગઢ જિલ્લામાં હતો. જુનાગઢ યાર્ડમાં હું અઢી વર્ષ ચેરમેન રહ્યો હતો. જયારે  જિલ્લા સહકારી બેંકના ચેરમેનની મુદત અઢી વર્ષની હોય છે. ડીરેકટરોએ બીજી ટર્મ માટે પસંદગી કરી છે.

આ ખેડૂતોની સંસ્‍થામાં ખેડૂતોનું હિત સર્વેપરી માની કામગીરી કરવામાં આવી રહી છે વર્ષ ર૦૧ર થી ખોટા ધીરાણો મેળવનાર ૧ર મંડળીઓ સામે પગલા ભરાયા છે. અને તેમના ૩૯ હોદેદારો સામે પોલીસ ફરીયાદ કરાય છે. જયારે બેંકના ૧૩ અધિકારીઓને સસ્‍પેન્‍ડ કરાયા છે.

અંતમાં જવાહરભાઇના પત્ર અંગેના પ્રશ્નમાં તેમણે જણાવેલ કે, પ્રદેશ મોવડી મંડળ દ્વારા અમારી પાસે કોઇ રીપોર્ટ મંગાવ્‍યો નથી. તેમની કક્ષાએ નિર્ણય કરશે. જિલ્લામાં સહકારી ક્ષેત્ર ઉપર ભાજપનો કબ્‍જો રહેશે. પક્ષને કોઇ નુકશાનનો ઇન્‍કાર કર્યો હતો.

(11:28 AM IST)