તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Friday, 20th September 2024
જામનગર જિલ્લા અને મોરબી તાલુકામાં રૂા. ૭૪૭૫ લાખના રસ્તાના કામોને સૈધ્ધાંતીક મંજુરી

જામનગર,તા.૨૦: જીલ્લાના તેમજ મોરબી તાલુકાના રોડ-રસ્તા બીસ્માર હાલતમાં હોવાથી લોકોને વાહન ચલાવવામાં પડતી મુશ્કેલી તેમજ રસ્તા સમારકામની તાતી જરૂરીયાત હોવાની મળેલ વ્યાપક રજુઆતો અન્વયે સદરહું રસ્તાઓ સ્ટ્રંગ્ધનીંગ અને રીસર્વેસીંગ તથા આનુસાંગીક કામગીરી કરવા બાબતે સાંસદશ્રી પૂનમબેન માડમ તથા જામનગર જીલ્લા માટે મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જીલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, પૂર્વ મંત્રી ચીમનભાઈ સાપરીયા વિગેરે પદાધિકારીશ્રીઓ અને અગ્રણીઓ દ્વારા સરકારશ્રીમાં રજુઆત કરવામાં આવેલ આવા કામોને મુખ્યમંત્રીશ્રી દ્વારા સૈધ્ધાંતીક મંજુરી મળતા જનસુવિધાના આ મહત્વના રસ્તાઓના કામો માટેની આ રજુઆતોને અનુલક્ષીને જે માર્ગોને સાત વર્ષથી સમતલ કરવામાં આવેલ નથી તેવા ડેરી માર્ગ આર.આર.પી. રસ્તા ગ્રામ્ય માર્ગોને મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ખાસ અંગભૂત કાર્યક્રમ તળે મંજુર થતા સંસદસભ્યશ્રી પૂનમબેન માડમએ ભુપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યકત કરેલ છે.
જામનગર સંસદસભ્યશ્રી પુનમબેન માડમના પ્રયાસોથી જામનગર જીલ્લા અને મોરબી તાલુકાના ૩૭ માર્ગો માટે રૂા.૭૪૭૫ લાખના રસ્તાના આ વિકાસ કામો સૈધ્ધાંતીક રીતે મંજુર થતા લગત વિસ્તારીના ગામી માટે પરિવહન અને આવન-જાવન માટે ખૂબ સાનુકુળતા થશે.
(11:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
