<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th September 2024

પોરબંદર જિલ્લાના ખેડૂતોને ૮ને બદલે ૧૨ કલાક વીજળી આપોઃ અર્જુનભાઇ મોઢવાડીયા

વરસાદના વિરામ બાદ ખેતી પાકોને પીયત આપવાની જરૂરીયાતઃ અર્જુનભાઇની ઉર્જામંત્રીને રૂબરૂ રજુઆત

પોરબંદર,તા. ૨૦: ધારાસભ્‍યશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ રાજ્‍યના ઉર્જામંત્રીશ્રી કનુભાઈ દેસાઈને પત્ર લખીને તેમજ રૂબરૂ મળીને ખેડૂતોને દૈનિક ૮ ને બદલે ૧૨ કલાક વીજળી આપવા રજુઆત કરી હતી.

ખેડુતોનો પાક માટે પીયતની જરૂરિયાત ઉભી થઈ હોવાથી ધારાસભ્‍યશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ રાજ્‍યના ઉર્જામંત્રીશ્રી કનુભાઈ દેસાઈને પત્ર તેમજ રૂબરુ મુલાકાત કરીનેજણાવ્‍યું છે કે ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્‍ટ્રમાં ખૂબજ ભારે સારો વરસાદ થતાં ખેડૂતોને મગફળી સહિતનો પાક સારો થાય તેવી સંભાવના છે. છેલ્લા વરસાદ પછી વરાપ નીકળતા કળષિ પાકો ખાસ કરીને મગફળી અને ડાંગરના પાકોમાં પાણી આવવાની જરૂરિયાત ઉભી થઈ છે. આ ઉપરાંત ભારે વરસાદને કારણે પાકના વિકાસ માટે દબાઈ ગયેલ જમીનને છૂટી પાડવા પાણી આપવાની તાકીદે જરૂરિયાત ઉભી થઈ છે.

ધારાસભ્‍યશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ વધુમાં જણાવ્‍યું છે કે સૌરાષ્‍ટ્ર - કચ્‍છ અને ઉત્તર ગુજરાતમાં મગફળી તથા મધ્‍ય અને દક્ષિણ ગુજરાતમાં ડાંગરના પાકમાં એક સાથે કુવા - બોરમાં મોટરો ચાલુ થવાથી એક સાથે વીજ ડિમાન્‍ડ ઉભી થઈ છે એટલે લાઈનોમાં પણ વિક્ષેપ ઊભો થાય છે. આ વિક્ષેપ - ફોલ્‍ટ નિવારવા માનનીય ઉર્જામંત્રી શ્રી કનુભાઈ દેસાઈની સૂચના મુજબ વીજ વિત્તરણ કંપનીઓએ વધારે ટીમોને પણ કામે લગાડી છે. જો કે હજુ પણ વધારાની ટીમો અને વીજ ઉપકરણો પૂરા પાડીને ખેડૂતોને મદદ કરવી જરૂરી છે. ઉપરાંત તાકીદે વીજ પુરવઠો ૮ કલાક ને બદલે સતત ૧૨ કલાક આપવામાં આવે તે જરૂરી છે.

(12:06 PM IST)