તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Friday, 20th September 2024
સુલતાનપુરના દારૂના ગુન્હામાં વોન્ટેડ આરોપીને રૂરલ એલસીબીએ ઝડપી લીધો

રાજકોટ તા. ૨૧ : સુલતાનપુરના દારૂના ગુન્હામાં વોન્ટેડ આરોપીને રૂરલ એલસીબીએ ઝડપી લીધો હતો.
જિલ્લાના નાયબ પોલીસ મહાનિરીક્ષક જયપાલસિંહ રાઠોડએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય રૂરલ એલસીબીના પોલીસ ઇન્સ્પેકટર વી.વી.ઓડેદરાના માર્ગદર્શન તથા સુચના મુજબ એ.એસ.આઇ. રવિદેવભાઇ બારડ, વકારભાઇ અરબ, રોહિતભાઇ બકોત્રા તથા પો.કોન્સ. પ્રકાશભાઇ પરમારએ મળેલ હકીકત આધારે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના ગોમટા ચોકડી પાસેથી સુલતાનપુર પોલીસ સ્ટેશનના દારૂના ગુન્હામાં એક વર્ષ જેટલા સમયથી નાસતા ફરતા આરોપી ગોમારામ ઉર્ફે ઓમપ્રકાશ જગદીશરામ ચૌધરી (મનમોરા) ઉ.વ. ૨૪ રહે. ગામ - બામનોર, (ભવરશા) તા. ધનઉ જી. બાડમેર રાજય રાજસ્થાનને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
(12:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
