તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Friday, 20th September 2024
શાપર વેરાવળમાં પોલીસમેન પરેશભાઇ રાઇઠોડને અજાણ્યાએ છરી ઝીંકી દીધી
વડોદરા ફરજ બજાવતાં કોન્સ્ટેબલ રજામાં વતન આવ્યા છેઃ રાતે કિસાન ગેઇટ પાસે અજાણ્યાએ અહિ કેમ ઉભો છો? કહી ડખ્ખો કર્યો

રાજકોટ તા. ૨૦: શાપર વેરાવળમાં શિતળા મંદિર પાસે કિસાન ગેઇટ નજીક રહેતાં પરેશભાઇ રમેશભાઇ રાઠોડ (ઉ.વ.૨૬) નામના પોલીસમેન પર રાત્રીના અગિયારેક વાગ્યે શિતળા માતાના મંદિર નજીક અજાણ્યા શખ્સે છરીથી હુમલો કરી ઘા ઝીંકી દેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ છે.
પરેશભાઇના કહેવા મુજબ પોતે વડોદરા સીટીમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે. હાલ રજા લઇને વતન શાપર ખાતે આવ્યા છે. રાતે ઘર નજીક મંદિર પાસે ઉભા હતાં ત્યારે અજાણ્યો શખ્સ ગાડી લઇને નીકળતાં તેણે તું અહિ શું ઉભો છો? કહી ગાળો દેતાં ગાળો બોલવાની ના પાડતાં તેણે છરીથી હુમલો કરી દીધો હતો. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, કેતનભાઇ, તોૈફિકભાઇએ જાણ કરતાં શાપર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(2:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
