તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Friday, 20th September 2024
મોરબીમાં ‘હિટ એન્ડ રન': બાઇક ચાલક ઉલાળીને ભાગી જતાં સવજીભાઇનું મોત
ભંગારની ફેરી કરતાં યુવાને રાજકોટમાં દમ તોડયોઃ પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૨૦: મોરબીમાં વાંકોનર રોડ પર શક્તિ ચેમ્બર નજીક હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા યુવાનનું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ થયું છે.
મોરબી રફાળીયા રોડ પર શક્તિ સોસાયટીમાં રહેતાં સવજીભાઇ અવચરભાઇ ઉપસરીયા (ઉ.વ.૪૦) ગઇકાલે સવારે દસેક વાગ્યે ઘરેથી ચાલીને વાંકાનેર રોડ પરથી પસાર થઇ રહ્યા હતાં ત્યારે શક્તિ ચેમ્બર પાસે એક બાઇકનો ચાલક ઠોકરે લઇ ભાગી જતાં ગંભીર ઇજા થતાં મોરબરી સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. અહિ આજે સવારે મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃત્યુ પામનાર ચાર ભાઇમાં વચેટ હતાં. સંતાનમાં ચાર પુત્રી છે. પોતે ભંગાર વીણી ગુજરાન ચલાવતાં હતાં. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા અને તોૈફિકભાઇ જુણાચે મોરબી પોલીસને જાણ કરી હતી.
(12:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
