<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th September 2024

અમરેલીમાં શ્રી નાગનાથ મહાદેવના દર્શને ભુપેન્‍દ્રભાઇઃ શ્રેષ્‍ઠીઓ દ્વારા સન્‍માન

અમરેલીઃ અમરેલી જિલ્લાના પ્રવાસે પધારેલા રાજ્‍યના મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્રભાઇ પટેલે અમરેલી સ્‍થિત શ્રી નાગનાથ મહાદેવના દર્શન કરી અને પૂજન અર્ચન કર્યુ હતુ. આ વેળાએ મુખ્‍યમંત્રીશ્રીનું અમરેલીના નગરશ્રેષ્ઠીશ્રીઓ અને વિવિધ સંસ્‍થાઓ તેમજ મંદિરના ટ્રસ્‍ટીશ્રીઓ દ્વારા સન્‍માન કરવામાં આવ્‍યું હતું. મંદિરના ટ્રસ્‍ટી કિશોરભાઈ મહેતાએ મુખ્‍યમંત્રીશ્રીને અમરેલી નાગનાથ મંદિરનો ઈતિહાસ જણાવ્‍યો હતો. ૨૦૭ વર્ષ જૂનું આ શિવાલયનું નિર્માણ તત્‍કાલિન ગાયકવાડ રાજ્‍યના દીવાનજી દ્વારા કરવામાં આવ્‍યું હતું. મુખ્‍યમંત્રીશ્રીએ સર્વે નગરશ્રેષ્ઠીઓનું અભિવાદન ઝીલ્‍યું હતું.  આ પ્રસંગે સાંસદ અને જિલ્લા પંચાયત પ્રમુખ ભરતભાઈ સુતરિયા, વિધાનસભા નાયબ મુખ્‍ય દંડક કૌશિકભાઈ વેકરિયા, રાજુલા- જાફરાબાદ વિસ્‍તારના ધારાસભ્‍ય હીરાભાઈ સોલંકી, લીલીયા-સાવરકુંડલા વિસ્‍તારના ધારાસભ્‍ય મહેશભાઈ કસવાલા, ધારી-બગસરા-ખાંભા વિસ્‍તારના ધારાસભ્‍ય જે.વી. કાકડીયા, લાઠી-બાબરા વિસ્‍તારના ધારાસભ્‍ય જનકભાઈ તળાવીયા, અમરેલી જિલ્લા કલેક્‍ટર અજય દહિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરિમલ પંડ્‍યા, જિલ્લા પોલીસ અધિક્ષક હીમકર સિંઘ, નિવાસી અધિક કલેક્‍ટર દિલીપસિંહ ગોહિલ,  અમરેલીની વિવિધ સંસ્‍થાઓના અગ્રણીશ્રીઓ સહિતના ઉપસ્‍થિત રહ્યા હતા. (તસ્‍વીર-અહેવાલઃ અરવિંદ નિર્મળ-અમરેલી)

(12:09 PM IST)