તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Friday, 20th September 2024
ટંકારામાં કિશોરભાઇ પર ત્રણ પુત્રોનો હુમલોઃ નાનો પુત્ર ભાવેશ પણ ઘવાયો
ત્રણ મોટા દિકરા અજય, અનિલ અને પરેશે નશો કરી ધોકાવ્યાનો આક્ષેપ

રાજકોટ તા. ૨૦: ટંકારામાં લતીપર ચોકડીએ રહેતાં કિશોરભાઇ દેવજીભાઇ સંચાણીયા (ઉ.વ.૬૦) પર તેના જ ત્રણ મોટા પુત્રો અજય, અનિલ અને પરેશે હુમલો કરી ધોકાથી બેફામ માર મારતાં નાનો દિકરો ભાવેશ (ઉ.વ.૨૦) વચ્ચે પડતાં તેને પણ માર મારવામાં આવતાં બંનેને લોહીલુહાણ હાલતમાં ટંકારા અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.
કિશોરભાઇ ડબ્બા રીપેરનું કામ કરે છે અને ભાવેશ જુના ગાભા કપડા વેંચવાનો ધંધો કરે છે. કિશોરભાઇના કહેવા મુજબ મોટા દિકરાઓ અજય, અનિલ, પરેશ નશો કરીને અંદરો અંદર ઝઘડતાં હતાં, હું તેને છોડાવવા વચ્ચે પડતાં મારા પર હુમલો કર્યો હતો. નાનો દિકરો ભાવેશ મને બચાવવા આવતાં તેને પણ ત્રણેય ભાઇઓએ ધોકાવાળી કરી હતી. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, કેતનભાઇ, તોૈફિકભાઇ સહિતે ટંકારા પોલીસને જાણ કરી હતી.
(12:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
