<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th September 2024

રાજકોટ જીલ્લામાં જૂગારના ૪ દરોડાઃ ર૦ પકડાયા

પાટણવાવના લાઠ ગામે ૭, ધોરાજીના વેગડી ગામે ૩, ધોરાજીમાં પ, તથા વિંછીયાના અજમેર ગામે ૭ પત્તા ટીંચતા પ પકડાયાઃ ૧ શખ્‍સ છૂ

રાજકોટ તા. ર૦ :.. જીલ્લામાં જૂગારના અલગ અલગ ૪ દરોડોમાં ર૦ પત્તાપ્રેમીઓ પોલીસની ઝપટે ચડી ગયા હતાં. એક શખ્‍સ નાસી છૂટયો હતો.

પ્રથમ દરોડામાં પાટણવાવ પોલીસે લાઠ, ગામે ખોડીયાર મંદિર પાસે રેઇડ કરી જાહેરમાં જૂગાર રમતા (૧) લખન ગુરૂમુખભાઇ પારવાણી, ધંધો વેપાર, રહે. ધોરાજી, જમનાવડ રોડ, (ર) વિપુલ ખીમજીભાઇ સુતરીયા ધંધો ખેતી (૩) ચંદુ ડાયાભાઇ શેરઠીયા ધંધો ખેતી, (૪) જીજ્ઞેશ જેન્‍તીભાઇ ઉકાણી ધંધો ખેતી (પ) જયવીરસિંહ વિક્રમસિંહ ચુડાસમા ધંધો ખેતી, (૬) રસિક મગનભાઇ શેરઠીયા, ધંધો ખેતી, (૭) વલ્લભ મોહનભાઇ ત્રાંબડીયા ધંધો ખેતી તમામ લાઠ ગામને રોકડા રૂા. ર૩,પ૩૦ તથા ગંજીપતા સાથે ઝડપી લીધા હતાં.

બીજા દરોડામાં ધોરાજી તાલુકા પોલીસે વેગડી ગામે રેઇડ કરી જાહેરમાં જૂગાર રમતા (૧) લાખા ખીમાભાઇ કરોતરા ધંધો માલઢોર, (ર) હિતેષ પ્રેમજીભાઇ કુંભાણી  ધંધો ખેત મજૂરી તથા (૩) સંજય કાળુભાઇ સોલંકી ધંધો મજૂરી રે. ત્રણેય વેગડી ગામને પ૪ર૦ રૂા. તથા ગંજીપતા સાથે ઝડપી લીધા હતાં.

ત્રીજા દરોડોમાં ધોરાજી તાલુકા પોલીસે ધોરાજી - જામકંડોરણા રોડ ઉપર પાવરીયા પરામ ચામુંડા માતાજીના મઢ પાસે રેઇડ કરી જાહેરમાં જૂગાર રમતા (૧) રસીકભાઇ નરસિંહ પરમાર ધંધો મજુરી, (ર) રાજુ મગનભાઇ સોલંકી ધંધો મજૂરી, (૩) સંજય કાનજીભાઇ પરમાર ધંધો મજૂરી, તથા (૪) લખમણ નાથાભાઇ ટાપરીયા ધંધો માલઢોર રહે. તમામ ધોરાજી, પાવરીયા પરા (પ) હિતેશભાઇ રવજીભાઇ ગોહેલ જાતે કોળી ઉ.૩૬ ધંધો મજૂરી રહે. ધોરાજી પાવરીયા તા. ધોરાજીને રોકડા રૂા. ૧ર૮ર૦ તથા ગંજીપતા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

ચોથા દરોડામાં વિંછીયા પોલીસે અજમેર ગામે પાદર તરીકે ઓળખાતી ભાભલુ રામભાઇ ચાવડા રહે. અજમેરા તા. વિંછીયા વાળાની કબ્‍જા ભોગવટા વાળાના રહેણાંક મકાને રેઇડ કરી જુગાર રમતા (૧) રાજુ મનુભાઇ ખાચર ધંધો ખેતીકામ રહે. ઓરી, તા. વિંછીયા (ર) મંગળુ પીઠુભાઇ ખાચર  (ઉ.વ.૪૦) ધંધો ખેતી રહે. મોટા હડમતીયા(૩) હરસુર શાંતુભાઇ ખાચર  (ૈઉ.વ.૩પ) ધંધો ખેતી રહે. મોટા હડમતીયા (૪) વિરજી રાઘવભાઇ મકવાણા (ઉ.વ.૩પ) ધંધો ખેતી રહે. રેવાણીયા તા. વિંછીયા તથા (પ) રણછોડ ભીખાભાઇ સંઘાળ (ઉ.વ.પપ)નુે ધંધો મજુરી રહે. હાલ બોટા પાળીયાદ રોડને રોકડા રૂા.૧૩૭ર૦ તથા મોબાઇલ નંગ-૬ મળી કુલ પ૩,૩ર૦ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. જયારે વાડી માલીક ભાભલુભાઇ હાજર મળી ન આવતા તેની શોધખોળ હાથ ધરાઇ છે.

(12:19 PM IST)