તા. ૩૦ એપ્રિલ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ વૈશાખ સુદ – ૧૪ ગુરૂવાર
News of Friday, 20th September 2024
મોરબી શ્રી ખોખરા હનુમાનજી અને પુ.કનકેશ્વરી દેવીના સાનિધ્યમાં કથાનો પ્રારંભ
વ્યાસાસને પીઠાધીશ્વર રાજેન્દ્રદાસ મહારાજે ગુરૂ મહિમાનું વર્ણન કર્યુઃ દરરોજ ઉમટતા ભાવિકો

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા ૨૦: પ. પૂ. કેશવાનંદ બાપુની રજત જયંતી મહોત્સવ નિમિત્તે ગઈકાલે પોથી યાત્રા સાથે ભાગવત કથાનો શુભારંભ થયો હતો.આ સમયે સંતોની પાવન ઉપસ્થિતિમાં વાતાવરણ ભક્તિમય બની ગયુ હતુ. આ તકે ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાંથી પધારેલા સંતોએ આશીર્વચન પાઠવ્યા હતા.
પૂ.કનકેશ્વરી માતાજીએ પ્રાસંગીક પ્રવચનમાં ગુરુભક્તિને ખુબ ઉંડાણપૂર્વક સમજાવવા સાથે તેમના ગુરુમહારાજ પૂ. કેશવાનંદ બાપુ સાથેનાં અનેક સંસ્મરણો તાજા કર્યા હતા. ઉપસ્થિત સંતગણે પણ બાપુ સાથેના સંસ્મરણો યાદ કરી બાપુ પ્રત્યેના પોતાનો અહોભાવ અને કર્યો હતો.
કથાના વ્યાસાસને બિરાજમાન જગદગુરુ મલૂક પીઠાધિસ્વર રાજેન્દ્રદાસ મહારાજે પણ ગુરૂ મહિમાના દર્શન કરાવી પૂ. માં ની વાત્સલ્યપરાયણતા તેમજ પૂ. બાપુની મહિમા મંડન કર્યું હતુ. મનુષ્ય ગુરૂકળપાથીજ પુર્ણતા સુઘી પહોચી શકે છે. ભગવાન સ્વયં કહે છે જે ગુરૂની સેવા કરે છે તેના ચરણોની હું સેવા કરૂ છુ. માટેજ ભગવાને સુદામાના ચરણો પખાળ્યા હતા. અને ગુરૂકળપાથીજ પ્રભુકળપા પ્રાપ્ત થાય છે. સર્વે તોહી ધર્મપ્રેમીઓ.
શ્રીમદ્દ ભાગવત એ પરમાત્માનું દિવ્ય સ્વરૂપ છે......જીવન અને પરમાત્માના ઐકયની કથા છે. પિતળપક્ષમાં આપણે આપણા પૂર્વજોના મોક્ષ માટે કાગવાસ આપીએ, જયારે ભાગવત કથા સ્વયં સાક્ષાત મોક્ષગાથા છે. પિતળપક્ષમાં આપણા જ આંગણે, શ્રી ખોખરા હનુમાન હરિહરધામ મુકામે, સમગ્ર ભારતના, સર્વશ્રેષ્ઠ પૈકીના એક એવા ભાગવતકાર, જગદગુરુ, દ્વારાચાર્ય, પૂજ્યપાદ શ્રી રાજેન્દ્રદાસ મહારાજજીના શ્રીમુખે શ્રીમદ્દ ભાગવતકથા પ્રવાહિત થતી હોય ત્યારે, આવો અમૂલ્ય લહાવો કેમ ચૂકાય ? પિતળઓના મોક્ષ, પધારતા સંતરત્નોના દર્શન અને કથાના દિવ્ય વચનામળતનો લ્હાવો લેવા ચોક્કસ પધારો. ભજન, ભોજન અને ભાગવતામળતમ શ્રવણ કરવા આપ સર્વે ગ્રામજનો, શહેરીજનો, સમાજસેવીઓ, ધર્મપ્રેમીઓ, સનાતન ધર્મની અને ગૌમાતાની ચિંતા-ખેવના કરનારાઓ, સૌને, તમામે તમામને પધારવા, અંતરથી આમંત્રણ છે. ઉધોગપતિઓ, કેળવણીકારો, જાહેરજીવનના આગેવાનો સર્વેને વિનંતી કે આવો અદભુત અવસર ચૂકાય નહીં અને બહોળી સંખ્યામાં ધર્મપ્રેમીઓ કથા સાંભળવા આવી શકે એવી સુવિધા ઉભી કરીએ. કથા તા. ૧૯ સપ્ટે. થી ૨૫ સપ્ટે. સુધી દરરોજ સવારે ૯.૩૦ થી ૧.૦૦ સુધી યોજાશે
(12:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
