<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th September 2024

ભૂપેન્‍દ્રભાઈ પટેલનું દુધાળા લાઠી હેલિપેડ પર ઉષ્‍માભર્યુ સ્‍વાગત

અમરેલીઃ અમરેલી એસ.ટી.બસ સ્‍ટેશન ખાતે નવીન અદ્યતન સુવિધાસભર બસપોર્ટના લોકાર્પણ, સ્‍પોર્ટસ કોમ્‍પલેક્‍સ અને રાજમહેલ નવીનીકરણ સહિત જિલ્લામાં રાજ્‍યના વિવિધ વિભાગના રુ. ૨૯૨ કરોડના ૭૭ વિવિધ વિકાસલક્ષી પ્રકલ્‍પોનાં લોકાર્પણ-ખાતમુર્હૂત કાર્યક્રમમાં મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલનું લાઠી તાલુકાના દુધાળા હેલિપેડ પર ઉષ્‍માભર્યુ સ્‍વાગત કરવામાં આવ્‍યુ હતુ. અમરેલી  હેલિપેડ પર  લાઠી બાબરાના ધારાસભ્‍ય જનકભાઈ તળાવિયા, પદ્મશ્રી સવજીભાઈ ધોળકીયા,  ભાવનગર રેન્‍જ આઈ.જી. ગૌતમ પરમાર, જિલ્લા કલેક્‍ટર અજય દહિયા,  જિલ્લા પોલીસવડા હિમકરસિંઘ, ધોળકિયા પરિવારના સદસ્‍યો, મહાનુભાવો સહિતના મહાનુભાવોએ મુખ્‍યમંત્રીશ્રીનું પુષ્‍પગુચ્‍છ અર્પણ કરી સ્‍વાગત કર્યુ હતુ. (તસ્‍વીર-અહેવાલઃ અરવિંદ નિર્મળ- અમરેલી)(

(12:45 PM IST)