તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Friday, 20th September 2024
શાપર કિસાન પંપ પાસે એપાર્ટમેન્ટના પાર્કિંગમાં યતીનભાઇ મારડીયા પર હુમલો
ભાડુઆત તરીકે રહેતાં હોઇ તે પડોશીને ન ગમતાં ડખ્ખો

રાજકોટ તા. ૨૦: શાપરમાં કિસાન પંપ નજીક સરદાર હાઇટ્સ વીંગ સી-૫૦૪માં રહેતાં અને ગેરેજ ધરાવતાં યતીનભાઇ કાંતિલાલ મારડીયા (ઉ.વ.૩૨)ને રાતે એપાર્ટમેન્ટના પાર્કિંગમાં હતાં ત્યારે અન્ય રહેવાસીઓ સુધીરભાઇ, પુનમબેન સહિતે ઝઘડો કરી ધોકા પાઇપથી માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, કેતનભાઇ, તોૈફિકભાઇએ શાપર પોલીસને જાણ કરી હતી. યતીનભાઇએ જણાવ્યું હતું કે હું પરિવાર સાથે સરદાર હાઇટ્સમાં ભાડેથી રહુ છું. આ બાબત બીજા રહેવાસીઓને ગમતી ન હોઇ તે કારણે અગાઉ પણ બોલાચાલી કરી હતી. રાતે હું પાર્કિંગમાં હતો ત્યારે ફરી માથાકુટ કરી હુમલો કરાયો હતો. આક્ષેપો અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

(12:48 PM IST)

છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 