<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th September 2024

જામનગર બાર એસો. દ્વારા સ્‍વ. મણિલાલ અનડકટની સ્‍મૃતિમાં નાઇટ ક્રિકેટ ટુર્નામેન્‍ટ

જામનગર વકીલ મંડળના પ્રમુખ ભરત સુવા તથા વકીલ મંડળની સમગ્ર ટીમ ક્રિકેટ ટુર્નામેન્‍ટને સફળ બનાવવા તડામાર તૈયારી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૨૦ : જામનગર બાર એસોસીએશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્‍વ. મણીલાલ લીલાધર અનડકટની સ્‍મળતિમાં એ.પી.એલ. ટેનીસ નાઈટ ક્રિકેટ ટુનામેન્‍ટનું આયોજન આજથી તા.૨૧-૦૯-૨૦૨૪ને શનિવાર તથા તા.રર-૦૯-૨૦૨૪ને રવિવારના રોજ સાંજે નાઈટ ક્રિકેટ ટુનામેન્‍ટનું સુમેર ક્‍લબ ગ્રાઉન્‍ડ ખાતે બે દિવસનું આયોજન રાખવામાં આવેલ છે. જે ટુર્નામેન્‍ટમાં મોટી સંખ્‍યામાં વકિલોની ટીમ તથા જજીસની ટીમ ભાગ લેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે સ્‍વ. મણિલાલ લીલાધર અનડકટ ગુજરાત બાર કાઉન્‍સીલ માં ચેરમેન તથા છ ટર્મ મેમ્‍બર તરીકે રહેલ અને હાલ તેના પુત્ર મનોજ મણિલાલ અનડકટ છેલ્લી ત્રણ ટર્મથી ગુજરાત બાર કાઉન્‍સીલમાં ચુંટાઈ આવે છે.

જામનગર બાર એસોસીએશન દ્વારા આયોજીત આ ટુનામેન્‍ટને સફળ બનાવવા જામનગરના બારના પ્રમુખ ભરતભાઈ સુવા, ઉપપ્રમુખ ભરતસિંહ જાડેજા, સેક્રેટરી મનોજ ઝવેરી, જોઈન્‍ટ સેક્રેટરી દિપકભાઈ ગચ્‍છર, ટ્રેઝર રૂચીર રાવલ, લાઈબ્રેરી સેક્રેટરી બ્રીજેશ ત્રીવેદી તેમજ રાજેશ મણિલાલ અનડકટ તથા હેત મનોજભાઈ અનડકટ અને જીત મનોજભાઈ અનડકટ અને જામનગર બાર એસોસીએશનના કારોબારી સભ્‍ય તરીકે મળગેન ઠાકર, જયેશ સુરડીયા, હર્ષ પારેખ, મીતુલ હરવરા, દિપક ભાલારા, કલ્‍પેન રાજાણી દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે

(1:54 PM IST)