તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Friday, 20th September 2024
લાઠી દુધાળામાં હેતની હવેલીની શુભેચ્છા મુલાકાતે ભુપેન્દ્રભાઈ પટેલ

અમરેલીઃ લાઠીના દુધાળા ખાતે આવેલ હેતની હવેલી ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે શુભેચ્છા મુલાકાત લીધી હતી. સૌપ્રથમ હેતની હવેલી નજીક આવેલ ટેબલ પોઈન્ટ પર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું સ્વાગત ધોળકિયા નિર્માણ સ્કૂલના બાળકો દ્વારા તથા ધોળકિયા ફાઉન્ડેશનના પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા દ્વારા કરવામાં આવેલ. આ દરમિયાન ગાગડિયા નદી પર રાજ્ય સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા થઈ રહેલ કામગીરીની સમીક્ષા કરી પ્રભાવિત થયા હતા. આ મુલાકાત દરમિયાન પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા, ધનજીભાઈ ધોળકિયા, તુલસીભાઈ ધોળકિયા સહિત અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા .ધોળકિયા ફાઉન્ડેશનના નીતિન સાવલિયા,કનક પટેલ સહિતના સભ્યોએ જહેમત ઉઠાવેલ.મુખ્યમંત્રી ની મુલાકાત દરમિયાન લાઠી, દુધાળા, અકાલા, સહીતના ગ્રામજનો ઉપસ્થિત રહેલ તેમ મનોજ જોશી ની અખબારી યાદીમાં જણાવેલ છે
(1:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
