<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th September 2024

અમરેલી : ૯માં ધોરણની વિદ્યાર્થીની ઉપર દુષ્‍કર્મ : સૃષ્‍ટિ વિરૂધ્‍ધના અપકૃત્‍ય સહિતના ગંભીર ગુનામાં પાંચ આરોપીઓને આજીવન કારાવાસ

આરોપીઓને કુદરતી મોત સુધી જીવે ત્‍યાં સુધીની સજા ભોગવવા અમરેલી કોર્ટનો ચુકાદો

અમરેલી, તા.૨૦ : અમરેલી શહેરમાં ઘોરણ ૯ માં અભ્‍યાસ કરતી ૧૪વર્ષ કરતા પણ નાની ઉંમરની બાળા ઉપર બળાત્‍કાર, સળષ્ટિવિરૂધ્‍ધનું કળત્‍ય, મુખમૈથુન સહિતનીબ્‍લુફિલ્‍મોને પણ શરમાવે તેવુ ધ્રુણાસ્‍પદ કળત્‍ય કરનારા પાંચ હવસખોર આરોપીઓને અમરેલીની સ્‍પેશ્‍યલ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપી અને પાંચેયને જીવે ત્‍યાં સુધી સખત કેદની સજા ભોગવવાના હુકમ કરી સમાજમાં બહેન દિકરીઓ સુરક્ષીત ફરી શકે અને તેની સામે ઉંચી આંખ કરવામાં કોઇ વિચાર કરે તેવી સજા ફટકારી છે.

આ ઘટનાની વિગતો એવા પ્રકારની છે કે, અમરેલીની સિવીલ હોસ્‍પિટલમાં આર્થિક રીતે નબળી સ્‍થિતીના પરિવારની ૯ માં ધોરણમાં ભણતી દિકરીને તા. ૨૭-૬-૨૦૧૯ નારોજ અચાનક પેટમાં દુઃખાવો ઉપડતા સિવીલ હોસ્‍પિટલમાં દાખલ કરાઇ હતી તેને એપેન્‍ડીક્‍સ હોવાનું સૌ માનતા હતા પણ તેમનુંનિદાન થયુ ત્‍યારે ખબર પડી હતી કે તે ગર્ભવતી છે અને આ પરિવાર ઉપર વજઘાત થયો હતો આવિદ્યાર્થીની પરિવારે કરેલી પુછપરછમાં ખબર પડી હતી કે ચાર વિકળત હવસખોરોએ અવાર નવાર આ વિદ્યાર્થીની ઉપર બળાત્‍કાર કર્યો હતો.તા. ૧-૪-૨૦૧૯ થી ૨૭-૬-૧૯ એટલે કે પોણા ત્રણ મહિના સુધી હવસખોરોએ આ વિદ્યાર્થીનીને શહેરમાં ઠેબી ડેમના પાળે બાવળની કાટમાં તેણીના ઘરની પાછળ, ઠેબી નદીના કાંઠે અવાર નવાર લઇ જઇ વારંવાર સામુહીક બળાત્‍કાર કર્યો હતો અને આહવસખોર પૈકીના ઇમરાન ઉર્ફે ઇમુ કાદરી યાહીયા ઉર્ફે આયન યુનુસ લુલાણીયા અને અરબાજ ઉર્ફે અબુદિલાવરહુસૈન ભટ્ટી (મજીઠીયા) એ આ વિદ્યાર્થીની પાસે મુખમૈથુન કરાવી સળષ્ટિ વિરૂધ્‍ધનું કળત્‍ય કરી બળાત્‍કાર કર્યો હતો જયારે અસગર ઉર્ફે અસતર સબીર મજીઠીયાએ પણ તણી સાથે બળાત્‍કારની કોશીશ કરી હતી અને યાહીયા ઉર્ફે આયને તો આ વિદ્યાર્થીની ઉપર બળાત્‍કાર કરી અને તેના ફોટા તથા વિડીયો કલીપ ઉતારી હતી.

 આ ઘટના ગંભીર હોય તે અંગે તા.૨-૭-૨૦૧૯ ના રોજ અમરેલીનાં તત્‍કાલીન પીઆઇ શ્રી મહેશ મોરીઅં અમરેલીના તત્‍કાલીન એસપી નિર્લિપ્ત રાયના માર્ગદર્શનમાં પોતાની ટીમના રાઇટર   રમેશભાઈ વાળા, કપીલભાઈ બગડા અને શ્રી દિનેશભાઇ મકવાણા સાથે જીણવટભરી તપાસ શરૂ કરી અને આરોપીઓ ઇમરાન ઉર્ફે ઇમુ (કિસન ચંદુ સોલંકી) તે હનીફ સૈયદ કાદરીનો દિકરો યાહીયા ઉર્ફે આયન યુનુસ લુલાણીયા, જાદેવ ઉર્ફે જાવલો મજીદ પઠાણ (ખલીફા), અસગર ઉર્ફે અસતર સબીર મજીઠીયા (ખલીફા) અને અરબાજ ઉર્ફે અબુ દિલાવરહુસેન ભટ્ટી (મજીઠીયા) ની ધરપકડ કરી હતી અને તેની સામે આઈપીસી ૩૭૬ (ડી) (એ), ૩૭૬ (૨) (એલ), ૩૭૬ (૨) (એન), ૩૭૬(૩), ૩૭૭, ૩૫૪ (એ) (ડી), ૩૪૧, ૫૦૪, ૫૦૬(૨), ૫૧૧, ૩૪, ૧૧૪ તથા પોકસો એક્‍ટની કલમ ૪, ૬.૮, ૧૨, ૧૪, ૧૭, ૧૮ તથા આઇટી એકટ ૬૭, ૬૭(એ), ૬૭(બી) હેઠળ ગુનો નોંધેલ તથા તપાસ દરમિયાન આરોપીઓએ પુર્વ આયોજીત રીતે આ ગેંગરેપ નકકી કર્યો હોય ૧૨૦(બી) નો ઉમેરો કર્યો હતો આ કેસ અમરેલીનાં ચોથા એડીશ્‍યલ સેશન્‍સ જજ તથા સ્‍પેશ્‍યલ જજ (પોકસો) ની કોર્ટમાં ચાલી જતા તેમણે પાંચેય આરોપીઓને પોકસો તથા ઇન્‍ડીયન પીનલ કોડની કલમોમાં આજીવન કારાવાસ એટલે કે આરોપીઓની બાકી રહેતી કુદરતી જીંદગી સુધીની સખત કેદની સજા તથા ૨૦ હજાર દંડ તથા આઇપીસી ૫૦૬(૨) માં ૨ વર્ષની કેદ અને પાંચ હજાર દંડ તથા ઇન્‍ફોર્મેશન ટેકનોલોજી એક્‍ટની કલમોમાં ૨ વર્ષની કેદ પાંચ હજાર દંડ કરવાનો હુકમ કર્યો હતો અને ભોગ બનનારને ૪ લાખનું વળતર ચુક્‍વવા હુકમ કર્યો હતો.

(1:58 PM IST)