<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th September 2024

જામનગર જિલ્લા પોલીસ તાલીમ ભવન ખાતે S.O.G. તથા સાયબર ક્રાઇમ નીલીસ સ્ટેશન દ્વારા કે.પી. શાહ લૉ કૉલેજના વિદ્યાર્થીઓને ડ્રગ્સ અને અન્ય નશાકારક પદાર્થો માટે જાગૃતતા લાવવા તેમજ વિવિધ સાયબર ક્રાઈમની જાગૃતિ સેમીનાર યોજાયો

જામનગર:: જામનગર જિલ્લા પોલીસ તાલીમ ભવન ખાતે S.O.G. તથા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા શ્રી કે.પી. શાહ લૉ કૉલેજના વિદ્યાર્થીઓને ડ્રગ્સ અને અન્ય નશાકારક પદાર્થોનું સેવન ન કરે તે માટે જાગૃતતા લાવવા તેમજ વિવિધ સાયબર ક્રાઈમના પ્રકાર તેમજ તેનાથી બચવા માટેના ઉપાયો બાબતે જાગૃતિ સેમીનારનું આયોજન કરવામાં આવેલ. આ ઉપરાંત વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની મુલાકાત કરાવી પોલીસ સ્ટેશનની પ્રાથમિક કામગીરીથી માહિતગાર કરવામાં આવેલ હતા.(તસ્વીર-અહેવાલ:મુકુંદ બદિયાણી-જામનગર)

(1:59 PM IST)