<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th September 2024

ધોરાજી ઇલેકટ્રીક સ્‍મશાન ૩૦ દિ'થી બંધઃ ડાઘુઓ હેરાન

(ધર્મેન્‍દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી તા. ર૦ :.. નગરપાલીકા સ્‍મશાન ગૃહને લાખોના ખર્ચ આધુનિક ઇલેકટ્રીક બનાવાયું પછી થોડા થોડા દિવસે બંધ થાય છે. પણ  આ વખતે છેલ્લા એક માસથી ઇલેકટ્રીક સ્‍મશાન ગૃહ બંધ હોવાથી નાગરીકોને હેરાન ગતિ થાય છે. આ અંગે અનેક વખત રજૂઆત કરાય પણ મૃતદેહને અવલ મંજીલે પહોંચાડવામાં તકલીફ થાય છે. આધુનિક સ્‍મશાન છે. તેનું તંત્ર દ્વારા યોગ્‍ય સંચાલન ન થવાથી થોડા થોડા દિવસે બંધ થાય છે. અને ડાઘુઓ હેરાન થાય છે. અને લાકડાથી મૃતદેહને અંતિમ વિધીમાં સમય વેડફાય છે. આ અંગે જાગૃત નાગરીકો એ સ્‍મશાન ગૃહ ખાતે રોષ ઠાલવેલ અને જણાવેલ કે પ્રજાના પ્રતિનિધીઓએ આવા પ્રશ્નોનો તુર્ત નીકાલ કરવો જોઇએ.

(2:07 PM IST)