તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Friday, 20th September 2024
ગોંડલમાં પરણિતાને આપઘાત માટે મજબુર કરનાર પતિ -સાસરીયા સામે ગુન્હો નોંધાયો

રાજકોટ, તા. ૧ર : ગોંડલમાં પરણિતાને આપઘાત કરવા માટે મજબુર કરનાર પતિ અને સાસરીયા સામે પોલીસમાં ફરીયાદ થઇ છે. પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ નાગર શેરીમાં રહેતી પરણિતા કુસુમબેન (ઉફ.) કાજલબેન ઝેરી દવા પી જતા તેનું મોત નિપજયું હતું. આ બનાવ અંગે મૃતક પરણિતાના પિતા ક્રિષ્નાભાઇ મહિપતભાઇ રહે. રાયગામ (એમ.પી.)એ આરોપી પતિ નિરવ હિતેષભાઇ પડીયા જેઠ અમીતભાઇ હિતેષભાઇ પડીાય, જેઠાણી શીતલબેન અમીતભાઇ પડીયા, નણંદ ભાવીશાબેન હિતેષભાઇ પડીયા, સસરા હિતેષભાઇ પડીયા તથા સાસુ નીલાબેન હિતેષભાઇ પડીયા રહે. નાગર શેરી ગોંડલ તથા કાકાજી સસરા સુરેશભાઇ પડીયા રહે. મહુવા સામે સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદીને પુત્રી કુસુમબેન ઉર્ફ કાજલબેનને ઉકત આરોપીઓએ અવારનવાર મેણાટોણા મારી શારીરિક -માનસીક ત્રાસ આપી આપઘાત કરવા માટે મજબુર કરી હતી.
આ ફરીયાદ અન્વયે ગોંડલ સીટી પોલીસે પતિ તથા સાસરીયા સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
(2:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
