News of Friday, 20th September 2024
મહુવા ડિવિઝનની વિજતંત્રની બોલેરોએ રાજપરા ગામના બે યુવાનોને કચડી નાખ્યા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૦: રાજપરા૨ᅠગામના નાનાભાઈ ભરવાડ સમાજના આલગોતર પરિવાર ના મેહુલ રત્નાભાઈ ઉ.વ. ૨૬ તથા ભરત બાલાભાઈ ઉ.વ.૨૪ બંને એક બાઈક પર સવાર હતા.પાછળ બીજી એક બાઈક પર પરિવારના પારસભાઈ સહિત યુવાનો હતા.બપોરે નજીકમાજ આવેલ પાંચ પીપળા ગામે શ્રાદ્ધકાર્યને લઈ જતાહતા.એ સમયે વિજતંત્રની I. C સ્ક્વોડ વિજિલન્સ મહુવા ડિવિઝન ના ટેક્ષી પસિંગના બોલેરો જીપ ના ચાલકે મેહુલ અને ભરત જે બાઈકપર સવાર હતા તેને પાછળ થી ટલ્લો મારતા બંને યુવાનો ફંગોળાયા હતા.બંને એકબીજા થી દુર દુર ફંગોળાય ને પડ્યા હતા તેટલી સ્પીડે બોલેરોના ચાલકે ઠોકર મારેલ જેને લઈ રોડ પરજ લોહી વહેવા માંડ્યું હતું.૧૦૮ દ્વારા ભાવનગર લઈ જવામાં આવતા ફરજ પરના ડોક્ટર એ તપાસી મૃત જાહેર કરેલ હતા.બનાવને લઈ લોકોના ટોળેટોળા વળ્યાહતા.
ᅠઅકસ્માતના બનાવને લઈ એક વિડિઓ વાયરલ થયો હતો.જેમાજીપ માં દારૂની એક ખાલી બોટલ જોવા મળેછે.સાથે ઘટના સ્થળે ચર્ચા એવી હતીકે ચાલક નશામાહતા.આ બાબતે એ.એસ.પી અંશુમન જૈન એ જણાવ્યું હતુ કેᅠ વાયરલ વિડિઓ ને લઈ સત્ય બહાર લાવવા તપાસ કરવા સૂચના આપવામાં આવી છે.જે કંઈ સત્ય હશે તેની તટસ્થ તપાસ થશે.
પારસ આલગોતર એ દુર્ઘટના કંઈરીતે બની તે વિશે જણાવ્યું હતુ કે ભાઈ મેહુલ અને ભરત એક મો.સામા અમારા થી થોડા આગળ ચાલતાહતા. અમો પાછળ હતા. ફૂલ સ્પીડમા અમારી સાઈડ કાપી બોલેરોજીપ નીકળી અને જોત જોતામા આગળ જતી બાઈકને એવી જોરદાર ઠોકર મારી કે અમારી નજર સામેજ મારા બંનેભાઈઓ મોતને શરણે થયા.
અરેરાટી ઉપજાવતી અકસ્માતની ઘટનામાં મેહુલ આલગોતર અને ભરત આલગોતર ના લગ્ન થઈગયા હતા.સ્થળપર ગામના લોકોએ જણાવ્યું હતુ કે સમાજ ના રિવાજ મુજબ ભરતભાઈ નું આણું પણ હજુ બાકી છે.
(3:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
