તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Friday, 20th September 2024
જુનાગઢ સાંકળીધાર ચેક પોસ્ટ પાસે ડ્રગ્સના જથ્થા સાથે યુવક ઝડપાયોઃ કાર જપ્ત
પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાના માર્ગદર્શનમાં જુનાગઢ એસઓજી ટીમની કાર્યવાહી

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા.૨૦: રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા જુનાગઢ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા સુચના અને માર્ગદર્શન મુજબ એસઓજી ટીમે દરોડો પાડયો હતો.
એસ.ઓ.જીના પો.કોન્સ. રોહીતભાઈ રામકુભાઈ ધાધલનાઓને ખાનગી બાતમી રાહે હકિકત મળેલ કે, નિમેશ રમેશભાઈ ફડદુ રહે,જુનાગઢ, હરિઓમનગરવાળો સફેદ કલરની કિયા કાર નં.જીજે-૧૧સીકયુ-૪૦૦૭ માં પ્રતિબંધિતિ નાર્કોટીક્સ ડ્રગ્સ લઈને રાજકોટ તરફથી નેશનલ હાઈવે થઈને જુનાગઢ તરફ આવનાર છે. જે બાતમી આધારે એસ.ઓ.જી. ટીમ દ્વારા સતત વોચ રાખવામાં આવેલ હતી. વોચમાં હતા દરમ્યાન રાજકોટ તરફથી એક સફેદ કલરની કાર સાંકળીધાર ચેક પોસ્ટ તરફ આવતી જોવામાં આવતા સદર કાર બાતમી હકિકત વાળી જ હોવાની ખાત્રી થતા તુરંત જ કારને એસ.ઓ.જી. ટીમ દ્વારા કોર્ડન કરી તેમની ઝડતી કરતા ઇસમ પાસેથી (૧) મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ૬.૨૦ ગ્રામ કિ.રૂા.૬૨,૦૦૦/- તથા (૨)શંકાસ્પદ પદાર્થનો જથ્થો ૮.૬૩ ગ્રામ (૩)ખાલી જીપ બેગ નંગ-૧,(૪)પ્લાસ્ટીકની મોટી ખાલી જીપ બેગ નંગ-૧, નાની-મોટી ખાલી જીપ બેગ નંગ- ૪, પ્લાસ્ટીકની નાની ડબ્બી નંગ-૧(૫)અલગ-અલગ કંપનીના મોબાઇલ ફોન નંગ-૩ કિ.રૂ.૪૦,૦૦૦/-, (૬)રોકડા રૂ.૫૧૦/-, (૭)વજન કાંટો કિ.રૂ.૨૦૦/-, (૮)કિયા કાર નં. જીજે-૧૧-સીકયુ-૪૦૦૭ કિ.રૂા.૧૦,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૧૧,૦૨,૭૧૦/-નો મુદ્દામાલ મળી આવેલ જે મુદામાલ કબજે કરી જુનાગઢ તાલુકા પો.સ્ટે.માં એન.ડી.પી.એસ એકટ મુજબ ગુનો રજી. કરાવેલ છે. તેમજ આગળની તપાસ ચાલુ છે.
આ કામગીરી એસ.ઓ.જી.ના પો.ઇન્સ. પી.કે.ચાવડા એ.એસ.આઇ એમ.વી.કુવાડીયા, જીતેન્દ્રસિંહ ચૌહાણ, રવિરાજસિંહ સોલંકી તથા પો.હેડકોન્સ. અનિરૂધ્ધસિંહ વાંક, પ્રતાપભાઇ શેખવા, પરેશભાઇ ચાવડા, રવિકુમાર ખેર, રાજુભાઇ ભેડા, બાલુભાઈ બાલસ, તથા પો.કોન્સ. વિશાલભાઇ ઓડેદરા, રોહીતભાઇ ધાધલ, ડાયાભાઇ કરમટા, ભુપતસિંહ સિસોદીયા, કરશનભાઇ કરમટા, વિશાલભાઈ ડાંગર વીગેરે સ્ટાફ આ કામગીરીમાં જોડાયેલ હતો
(4:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
