તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Friday, 20th September 2024
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમરેલી જિલ્લાની મુલાકાતે : ધારીના આંબરડી સફારી પાર્કમાં કર્યુ સિંહદર્શન
૩૬૫ હેક્ટરમાં ફેલાયેલા આંબરડી સફારી પાર્કમાં મુખ્યમંત્રીએ બે નર અને એક માદા સિંહ એમ ત્રણ સિંહોને પ્રકૃતિ વચ્ચે વિહરતા નિહાળ્યા

અમરેલી, તા.૨૦: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમરેલી જિલ્લાના ધારીના આંબરડી સફારી પાર્કની મુલાકાતે પધાર્યા હતા. આંબરડી સફારી પાર્કમાં મુખ્યમંત્રીશ્રીએ પ્રકૃતિ વચ્ચે વિહરતા સિંહોને અને આંબરડી પાર્કનો પ્રાકૃતિક વૈભવ પણ નિહાળ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ આંબરડી ખાતે સૌ પ્રથમ ઇન્ટરપ્રિટેશન સેન્ટરની મુલાકાત લીધી હતી.
ગીરની ધરતીના ઉદ્દભવથી લઈને, સિંહનું ગીરમાં આગમન તથા વિસ્તરણ તેમજ સિંહની ગાથાની ડિજિટલ પ્રસ્તુતિ નિહાળી મુખ્યમંત્રીશ્રી અભિભૂત થયા હતા. સેન્ટરની મુલાકાત બાદ તેમણે સફારીપાર્કમાં સિંહ દર્શન માટે પ્રસ્થાન કર્યું હતું. ૩૬૫ હેક્ટરમાં ફેલાયેલા આંબરડી સફારી પાર્કમાં મુખ્યમંત્રીએ બે નર અને એક માદા સિંહ એમ ત્રણ સિંહોને પ્રકૃતિ વચ્ચે વિહરતા નિહાળ્યા હતા.
આ તકે નાયબ વન સંરક્ષક રાજદીપસિંહ ઝાલા વગેરે સાથે જોડાયા હતા.
(4:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
